આજે તમને એક એવા આઈએએસ ઓફિસર વિશે વાત કરીશું જેમને મણિપુર રહેવાસીઓની મુશ્કેલી સમજી અને સરકારની મદદ વગર 100 કિલોમીટર લાંબો રસ્તો તૈયાર કરી દીધો. મણિપુરના દૂરસ્થળ વિસ્તારના બે ગામ ટૂસેમ અને તમેંગલોંગ સુધી જવા માટે રસ્તો નહતો, તેની સીધી અસર જનજીવન પર પડી રહી હતી, લોકોને પડી રહેલી પારાવાર મુશ્કેલીને જોઈને આઈએએસ ઓર્મસ્ટ્રાંગ પેમ રસ્તો બનાવવાનો મજબૂત ઈરાદો કરી લીધો.
જોકે, સરકાર તરફથી કોઈ મદદ ના મળવાથી તેમને સોશિયલ મીડિયાની મદદ લીધી. લોકોએ આ પહેલને લોકો તરફથી આશા કરતાં બમણું સમર્થન મળ્યું. પેમે રસ્તો બનાવવા માટે ફેસબુક દ્વારા રૂપિયા મેળવ્યા. તે ઉપરાંત પેમે ગામ લોકો સાથે મીટિંગ કરી અને તેમને કહ્યું કે, મારી ફેમિલી અને મારા દ્વારા કરેલી બધી જ સેવિંગ રોડ બનાવવા માટે નિકાળી રહ્યો છું અને તમે પણ જેટલી થઈ શકે મદદ કરો. આ મીટિંગ બાદ તેમને તેમના એવા દોસ્તોને વાત કરી જેમની પાસે જેસીબી, બૂલડોજર વગેરે જેવી રોડ બનાવવા જેવી સામગ્રી ઉપલબ્ધ હતી. પામની વાતનો સ્વીકાર તેમના દોસ્તો દ્વારા કરી લેવામા આવ્યો.
આમ તો જોવા જઈએ તો આ 100 કિલોમીટર ‘પીપલ્સ રોડ’ને બનાવવા માટે ઘણા બધા સામાન્ય લોકોના હાથ જોડાયેલા છે. પામ માટે સૌથી મોટો પડકાર રોડ બનાવવા માટે શરૂઆત કરવાનો હતો, જેને લઈને તેમને કરેલી બધી જ સેવિંગ (લગભગ 5થી 6 લાખ) રૂપિયા નિકાળ્યા અને મિત્રોની મદદથી રોડના નિર્માણનું કામ શરૂ કરી દીધું. રોડ નિર્માણનું કામ તો શરૂ કરી દીધો પરંતુ તેને પૂરો કરવો તે એક મોટો પડકાર હતો. એક સમય તો એવો પણ આવ્યો કે, રોડ બનાવવા માટેની જરૂરી બધી જ વસ્તુઓ ખત્મ થઈ ગઈ હતી અને પૈસા પણ ખત્મ થઈ ગયા હતા. તે છતાં તેમને હાર માની નહી અને તેમને પૈસા ભેગા કરવા માટે પ્રયત્ન શરૂ જ રાખ્યા.
પૈસા ભેગા કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો, તેમના દ્વારા જેટલો રોડ બનાવવામાં આવ્યો હતો તેની તસવીરો તેમને ફેસબુક પર શેર કરવા લાગ્યા. સોશિયલ મીડિયા પર તેમના દ્વારા શેર કરેલી તસવીરો વાયરલ થવા લાગી અને લોકોને સહકાર આપવાની તેમની અપિલને એટલો બધો પ્રોત્સાહન મળ્યો કે થોડા જ સમયમાં પૈસાની તંગી દૂર થઈ ગઈ. જોત-જોત જોતામાં તો 40 લાખ રૂપિયાનો બંધોબસ્ત થઈ ગયો. મીડિયા રિપોર્ટ અનુસાર આ રસ્તો મણિપુરને અસમ અને નાગાલેન્ડને જોડે છે.
તેમને જણાવી દઈએ કે, વર્ષ 2009માં પરીક્ષા પાસ કર્યા બાદ પેમ આઈએએસ બન્યા અને મણિપુરના ટૂસેમ જિલ્લામાં એસડીએમના પદ પર તેમની પોસ્ટિંગ થઈ હતી.
આ ઉપરાંત, પેમ અનાથાલયો અને શાળાઓ સહિત વિવિધ સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા છે. તેમને જ્યાં પણ પોસ્ટ કરવામાં આવ્યા છે ત્યાં સરકારની સેવાઓની ગુણવત્તાને વધુ સારી રીતે ઓળખવા માટે જાણીતા થયા છે. પામને તેમની ઓફિસના લોકો પણ ‘મિરેકલ મેન’ નામથી બોલાવે છે. ઓર્મસ્ટ્રાંગ પેમ ઝેમ નાગા આદિજાતિના પ્રથમ આઈએએસ અધિકારી છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.