ગુજરાતમાં એક પણ એવો જિલ્લો બતાવો જ્યાં ગેરકાયદેસર દેશી દારૂનો એક પણ અડ્ડો ન હોય, તો હું જાહેરજીવન છોડી દઈશ: મોઢવડિયા

ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈને ફરી એકવખત કોંગ્રેસે સરકાર સામે પ્રશ્નો ઊભા કર્યા છે. આ મામલે કોંગ્રેસના મોટા નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર છે. રોજેરોજ પોલીસ દારૂનો મોટો જથ્થો પકડી રહી છે. રાજ્યમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવામાં ભાજપ સરકાર નિષ્ફળ પુરવાર થઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પડકાર આપ્યો હતો કે, ગુજરાતમાં એક પણ એવો જિલ્લો બતાવો જ્યાં ગેરકાયદેસર દેશી દારૂનો એક પણ અડ્ડો ન હોય, તો હું જાહેરજીવન છોડી દઈશ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોંગ્રેસ નેતા અર્જન મોઢવાડિયાએ ટ્વીટર પર ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવામાં ભાજપ સરકાર નિષ્ફળ થઈ છે. ખુદ સરકારની માલિકીના ગાંધીનગર રેલવે સ્ટેશન પર બનેલી ફાઈવસ્ટાર હોટેલમાં દારૂ વેચાય છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મારો ખુલ્લો પડકાર છે કે, રાજ્યમાં એક પણ એવો જિલ્લો બતાવો જ્યાં દેશીદારૂના અડ્ડા ધમધમતા ન હોય. હું જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છું. ગુજરાત રાજ્યમાં દારૂ પીનાર, લઈ જનાર અને વેચનાર પોલીસને દસ વર્ષની જેલની સજાની જોગવાઈ કરતો કાયદો ગુજરાત રાજ્ય સરકારે વિધાનસભામાં પસાર કર્યો હતો. તા.22 ફેબ્રુઆરી 2017ના રોજ.

કાયદો બન્યા બાદ દારૂનું વેચાણ ઘટવાના બદલે વધી ગયું. દારૂબંધીની પોલીસી પર ફરી એકવખત વિચારણા કરવાની જરૂર છે. જેમાં ગેરકાયદેસર દારૂ માફિયાનું સર્જન થાય છે. કરપ્શનનું સર્જન થાય છે. આ કેસમાં તો હપ્તા છેક ગાંધીનગર સુધી જાય છે. આને અટકાવવું જોઈએ. ભાજપના જે પણ લોકો આ વેપલામાં સંડોવાયેલા છે. એમને અટકાવી દેવા જોઈએ. આ માટે મે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે. રાજ્યમાં કુલ 66 જગ્યાએથી લાયસન્સથી દારૂનું વેચાણ થાય છે. અમદાવાદમાં આવી 18 હોટેલ, આણંદમાં ચાર, અંકલેશ્વરમાં એક, ભરૂચમાં ત્રણ, ભાવનગરમાં બે, ભૂજમાં ચાર, મુંદ્રામાં બે, ગાંધીધામમાં બે, ગાંધીનગરમાં ત્રણ, જામનગરમાં બે, જૂનાગઢમાં બે, ગીર સોમનાથમાં એક, મહેસાણામાં એક, નડિયાદમાં એક, રાજકોટમાં પાંચ, સુરતમાં પાંચ, સુરેન્દ્રનગરમાં એક અને વડોદરામાં સાત હોટેલ છે. જ્યાંથી આ દારૂ મળે છે.

આ પહેલાના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં એક અભિયાન ચાલું કર્યું હતું. જે અંતર્ગત 215 કરોડનો ગેરકાયદેસર દારૂનો જથ્થો કબજે કર્યો હતો. એપ્રિલ 2019થી 2020 ડિસેમ્બર સુધીમાં દરરોજનો રૂ.34 લાખનો દારૂ પકડાયો છે. જો રાજ્ય સરકારને મળેલી આ રકમની સરેરાશ કાઢવામાં આવે તો પરમીટથી જ રૂ.19 કરોડની આવક ઊભી થઈ છે. જોકે, આ મામલે હજુ સુધી ભાજપ કે અન્ય કોઈ પદાધિકારીની સ્પષ્ટતા સામે આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો