શું તમારા પણ હાથ ધ્રૂજે છે? હકીકતે આ મુશ્કેલી એક ઉંમર બાદ થવા લાગે છે પરંતુ બદલાતી લાઈફસ્ટાઈલ અને ભોજનના કારણે આ બીમારી નાની ઉંમરના લોકોને પણ થઈ રહી છે.
તમે જોયું હશે કે મોટાભાગના લોકોને કંઈક બોલતી વખતે અથવા કોઈ પણ કામ કરતી વખતે હાથ ધ્રૂજતા રહે છે. આમ તો આ પ્રકારની સમસ્યા એક ઉંમરમાં થવાની શરૂ થઈ જાય છે. પરંતુ બદલતી લાઈફસ્ટાઈલ, વધતા સ્ટ્રેસ અને ભોજનના કારણે યુવાઓમાં આ પ્રકારની મુશ્કેલીઓ જોવા મળી રહી છે. જોકે અત્યાર સુધી હાથ ધ્રૂજવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું.
માનવામાં આવે છે કે અમુક ન્યુરોલોજીકલ સ્થિતિઓના કારણે હાથ ધ્રૂજવા લાગે છે. રિપોર્ટ અનુસાર આ સ્થિતિ વૃદ્ધોમાં પાર્કિંસન રોગના કારણે થઈ શકે છે. ચલો જાણીએ કે કઈ એક્સરસાઈઝ કરવાથી હાથો ધ્રૂજવાની સમસ્યાને ઓછુ કરી શકાય છે.
રબર બોલ એક્સરસાઈઝ કરો
રબર બોલ એક્સરસાઈઝથી હાથ ધ્રૂજવાની મુશ્કેલથી છુટકારો મળી શકે છે. માનવામાં આવે છે કે આ એક્સરસાઈઝ હાથના ધ્રૂજવાને નિયંત્રિત કરવાના મામલામાં ખૂબ કામ આવે છે. એવું એટલા માટે કારણ કે બોલને દબાવવાથી નસો દબાય છે. બોલને જેટલું હોઈ શકે તેના પર કડક રીતે પકડો અને નીચોવવાનો પ્રયત્ન કરો. તેનાથી તમને આરામ મળશે.
હેન્ડ ડંબલ એક્સરસાઈઝ
હેન્ડ ડંબલ એક્સરસાઈઝ પણ તામારા કામ આવી શકે છે. માનવામાં આવે છે કે હાથમાં થતી કંપનને આ એક્સરસાઈઝ ઓછુ કરી શકે છે. આ એક્સરસાઈઝને પાર્કિંસનના રોગીઓ દ્વારા પણ કરવામાં આવે છે. કારણ કે આ નસોના થાક અને સ્ટ્રેસને દૂર કરવામાં મદદ કરે છે.
ફિંગર ટેપ એક્સરસાઈઝથી પણ મળશે મદદ
ફિંગર ટેપ એક્સરસાઈઝથી તમને મદદ મળશે. આ અભ્યાસમાં તમારે પોતાની આંગળીઓ અને હાથોની ગતિ પર નિયંત્રણ કરવાની જરૂર હોય છે. ફિંગર ટેપ એક્સરસાઈઝ સાધારણ એક્સરસાઈઝ છે. જે તમારા હાથને જોડી રાખવા અને ગતિ નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..