શું તમને પણ થઇ રહ્યો છે અતિશય સાંધાનો દુખાવો? તો તેનાથી છૂટકારો મેળવવા માટે કરો બસ આટલું

કેટલીક વખત વાતાવરણ બદલાવવાના કારણે સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થવા લાગે છે. તો કેટલાક લોકોને સાંધાના દુખાવો થાય છે. જે અસહનીય હોય છે. પહેલા સાંધાનો દુખાવો વધતી ઉંમરના લોકોમાં જોવા મળતો હતો. પરંતુ બદલાતી લાઇફસ્ટાઇલને લઇને દરેક લોકોને આ સમસ્યા થાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ખૂબ દવાઓનું સેવન કરો છો. એવામા કેટલાક એવા ઘરેલું નુસખા છે. જેની મદદથી તમે સાંધાના દુખાવાથી રાહત મેળવી શકો છો.

કપૂરનું તેલ
કપૂરનું તેલ શરીરના રક્ત સંચાર યોગ્ય રાખે છે. શરીરના કોઇપણ અંગમાં દુખાવો થતો હોય તો કપૂરના તેલથી મસાજ કરવાથી રાહત મળે છે. તેમજ હાડકામાં થતો દુખાવો પણ દૂર થાય છે અને સાંધાના દુખાવાથી કાયમ માટે રાહત મળી શકે છે.

એરંડીનું તેલ
એરંડીના તેલથી માલિશ કરવાથી હાડકાનો દુખાવો દૂર રહે છે. આ તેલથી માલિશ કરવાથી દુખાવાની સાથે-સાથે સૂજન પણ ઓછી થાય છે. જો તમને પણ સાંદામાં દુખાવો રહે છે તો તમે અઠવાડિયામાં બે વાર આ તેલથી મસાજ કરી શકો છો.

આદુ – હળદર
બે કપ પાણીને બરાબર ઉકાળી લો. તે બાદ તેમા હળદર અને આદુને પાણીમાં ઉમેરો. હવે તેને 15 મિનિટ સુધી ઉકાળો. આ પેસ્ટને દિવસમાં ઓછામાં ઓછા બે વાર પીઓ. જેનાથી સાંધાનો દુખાવો દૂર રહે છે.

લીંબુની છાલ
કાચના ડબ્બામાં લીંબુની છાલ અને જૈતુનનુ તેલ ઉમેરો. આ ડબ્બાને બંધ કરી દો. જેથી તેમા હવા ન જઇ શકે. આ ડબ્બાને 2 અઠવાડિયા સુધી ન ખોલો. જ્યાં સુધી તે તેલમાં ન બદલાઇ જાય. હવે રેશમી કાપડ પર આ તેલ લગાવો અને સાંધાનો દુખાવો થતો હોય તે જગ્યા પર લગાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો