અરવલ્લી જિલ્લામાં થોડા સમય પહેલા થયેલા ભેદી બ્લાસ્ટ મામલે તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં શામળાજીના ગોઢકુલ્લામાં હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ થયાનું ખુલતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આજથી ચાર દિવસ અગાઉ અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતા યુવક અને બાળકીનું મોત નિપજ્યું હતું અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. ત્યારબાદ આ ભેદી બ્લાસ્ટ કયા કારણોસર થયો તેની તપાસ શરૂ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પરંતુ આ બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો થયો છે. આ ઘટનામાં મૃતકના હેન્ડ ગ્રેનેડ અને બંદૂક સાથેના ફોટો હાલ સામે આવ્યા છે, જેમાં એ વ્યક્તિએ કમરના ભાગે હેન્ડ ગ્રેનેડ બાંધી ફોટોગ્રાફી કરાવી રહ્યો હતો, ત્યારે ગ્રેનેડની પિન કાઢતી વખતે 28 ઓગસ્ટે આ બ્લાસ્ટ થયો હતો. પોલીસે હાલ ખુલાસા બાદ મૃતક સહિત બે સામે આર્મ્સ, એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. બીજી બાજુ શામળાજી ટ્રાયબલ વિસ્તારમાં હેન્ડગ્રેનેડ મળતા ચકચાર મચી જવા પામ્યો છે.
આ ઘટના વિશે જાણવા મળી રહ્યું છે કે અરવલ્લીના ભિલોડા તાલુકાના શામળાજી નજીક ગોઢકુલ્લા ગામના રમેશભાઈ લાલજીભાઈ ફણેજાના ઘરે ભેદી બ્લાસ્ટ થયો હતો, જેમાં 32 વર્ષીય લાલજીભાઈ અને એક બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવકની પત્ની અને બે બાળકો સહિત પરિવારના કુલ ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના મામલે શામળાજી પોલીસને થતા શામળાજી પોલીસ સહિત જિલ્લા એલસીબી, એસઓજી તેમજ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે બ્લાસ્ટ ક્યાં કારણસર અને કેવી રીતે થયો તે અંગે લોકોમાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા હતા. પોલીસે પણ બ્લાસ્ટનું કારણ જાણવા એફએસએલની મદદ લીધી હતી.
અરવલ્લીમાં ભેદી બ્લાસ્ટ અંગેની તપાસમાં મોટો ખુલાસો થતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. શામળાજીના ગોઢફુલ્લામાં હેન્ડ ગ્રેનેડથી બ્લાસ્ટ થયાનું સામે આવ્યું છે. ફોરેન્સિક તપાસમાં હેન્ડ ગ્રેનેડના પુરાવા મળ્યા છે. ઘટનામાં ભોગ બનનાર યુવકના ઘરમાં હેન્ડ ગ્રેનેડ હતો. તેણે 6 મહિનાથી તેના ઘરમાં હેન્ડ ગ્રેનેડ છુપાવી રાખ્યો હતો. 28 ઓગસ્ટના રોજ તે હેન્ડ ગ્રેનેડની પિન કાઢતો હતો, ત્યારે આ બ્લાસ્ટ થયો હતો.
આ ઘટનામાં હેન્ડ ગ્રેનેડ અને બંદૂક સાથેના મૃતક યુવકના ફોટો પણ સામે આવ્યા છે. ઘટનામાં ભોગ બનનાર યુવક કમરના ભાગે યુવાને હેન્ડ ગ્રેનેડ બાંધી ફોટોગ્રાફી કરાવી હતી. પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, છ મહિના પહેલા મૃતક યુવક અને અન્ય યુવકને આ હેન્ડ ગ્રેનેડ મળ્યો હતો. શામળાજી આદિવાસી વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યા એ મોટો પ્રશ્ન છે. ત્યારે પોલીસે મૃતક યુવક અને અન્ય એક સામે આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ અન્વયે ગુનો દાખલ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..