અરવલ્લીમાં થર્ટીફર્સ્ટની રાતે સરકારી બાબુઓની દારૂ પાર્ટી ઝડપાઈ હતી. જેમાં પોલીસે નાયબ મામલતદાર જૈમિન પટેલ અને નિલેશ પટેલને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, થર્ટીફર્સ્ટની રાતે પોલીસ દ્વારા રાજ્યભરમાં વિવિધ જગ્યાએ નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. દરમિયાન અરવલ્લીમાં થર્ટીફર્સ્ટ પર દારૂની મહેફિલ માણતા સરકારી અધિકારીઓને પોલીસે ઝડપી લીધા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર બાતમીના આધારે પોલીસે તપાસ કરતા અરવલ્લીના માલપુર અને બાયડના બે નાયબ મામલતદાર અણિયોર ગામે દારૂના નશામાં મળ્યા હતા. આ મામલે DySPની ટીમે તમામને ઝડપીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે મહેસૂલમંત્રીએ દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા બંને નાયબ મામલતદારો વિરુદ્ધ ખાતાકીય પગલાં ભરવા આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર અરવલ્લીના અણિયોર ગામમાં ગીતા કિસાન સેવા કેન્દ્ર પેટ્રોલ પંપની પાછળની ઓરડીમાં 31મી ડિસેમ્બરે દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી. એ મામલે પોલીસ ત્યાં તપાસ કરવા પહોંચી હતી. અહીં પેટ્રોલ પંપની પાછળ ઓરડીમાં તપાસ કરતાં માલપુર અને બાયડના જ નાયબ મામલતદાર જૈમિન પટેલ અને નિલેશ પટેલ દારૂ પીતા ઝડપાયા હતા. જેથી પોલીસે બંને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
થર્ટીફર્સ્ટની રાતે વડોદરા શહેરમાં પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરાવમાં આવી હતી. આ દરમિયાન મોડીરાતે વોર્ડ નંબર 14નાં ભાજપના મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીનો પુત્ર કૃણાલ નશો કરેલી હાલતમાં ઝડપાયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. આ અંગે મહિલા કોર્પોરેટરને જાણ થતાં તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પીધેલા દીકરાને છોડાવવા માટે આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..