કાર અને બાઇકના ટાયરમાં નાંખો આ લિક્વિડ, ક્યારેય નહીં પડે પંક્ચર

ટૂ વ્હીલર હોય કે ફોર વ્હીલર પંક્ચરની સમસ્યા સતાવતી રહે છે. તેવામાં જ્યારે આપણે ક્યાંક ફરવા જઇ રહ્યા હોવ ત્યારે વાહનમાં પંક્ચર પડે તો મજા ખરાબ થઇ જાય છે. ખાસ કરીને ગરમીની સિઝનમાં પંક્ચર થવું વધારે કષ્ટદાયક હોય છે. આવી સ્થિતિમાં જો પંક્ચર રિપેઇર કરતી દૂકાન આસપાસ ન હોય, ત્યારે મુશ્કેલી વધી જાય છે. જોકે, માર્કેટમાં એક લિક્વિડ એવું પણ આવે છે, જેનો ઉપયોગ કરવાથી તમારા વાહનમાં ક્યારેય પંક્ચર નહીં પડે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

એન્ટી પંક્ચર લિક્વિડ
માર્કેટમાં હવે અનેક કંપનીઓના એવા લિક્વિડ મળી રહ્યાં છે, જેને એન્ટી પંક્ચર લિક્વિડના નામથી ઓળખવામાં આવે છે. આ લિક્વિડને ઓનલાઇન અને ઓફલાઇન ખરીદી શકાય છે. આ પ્રકારના લિક્વિડની કિંમત 500થી શરૂ થઇને 800 અને 1000 રૂપિયા સુધી મળી રહે છે. કિંમતની સાથે તેની ક્વોન્ટિટી પણ વધી જાય છે.

આ રીતે કરે છે કામ
આ લિક્વિડને કાર, બાઇક કે પછી સ્કૂટરના ટાયરમાં ફિલ કરવામાં આવે છે. ફિલ કરવાની 2 પ્રોસેસ છે. પહેલી પ્રોસેસમાં લિક્વિડને કોઇ ઇન્જેક્શનની મદદતી ટાયરમાં નાંખવામાં આવે છે. બીજી પ્રોસેસમાં નોબથી તેને અંદર દાખલ કરવામાં આવે છે. ટાયરમાં પહોંચ્યા બાદ તે અંદરના આખા એરિયાને કવર કરી નાંખે છે. જો ટાયર પંક્ચર થાય છે. ત્યારે પંક્ચરવાળા ભાગમાંથી આ લિક્વિડ બહાર આવી જાય છે અને સુકાઇ જાય છે. એટલે કે હવા બહાર નિકળતી નથી. આ લિક્વિડને વેંચતી અનેક કંપનીઓ 10 હજાર કિ.મી. સુધી આ લિક્વિડ અસરકારક રહી શકશે તેવી ગેરન્ટી પણ આપે છે.

ટાયરને રાખે છે કૂલ
આ લિક્વિડ ટાયરને પંક્ચરથી બચાવવાની સાથે તેને કૂલ રાખવાનું કામ પણ કરે છે. આ લિક્વિડમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે, જે ટાયરને કૂલ કરવાનું કામ પણ કરી શકે છે. ગરમીની સિઝનમાં બાઇક અને સ્કૂટરમાં તેનો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે.

નોંધ:- આ લીકવીડ ટ્યૂબલેસ ટાયરમાં જ ઉપયોગ કરી શકો છો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

જાણવા જેવું