રાજસ્થાનના કોટોના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકે ટ્રેનની આગળ કૂદકો મારીને મૃત્યુને વહાલું કર્યું છે. મંગળવારે સવારે 4 વાગ્યે યુવકની લાશ ટ્રેક પર મળી હતી. મૃતકની પાસેથી અઢી પેજની સુસાઈડ નોટ મળી છે. જે લીકરની દુકાનમાં સેલ્સમેન હતો. સુસાઈડ કરતા પહેલા યુવકનો લીકર મેનેજર સાથે વાતચીત કરતો ઓડિયો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પૈસાના દબાણ અને તણાવમાં યુવક મરવાની વાત કરી રહ્યો છે. યુવક મેનેજરને કહી રહ્યો છે કે સવારે મારી લાશમાંથી પૈસા લઈ લેજે. સાથે જ દોઢ પાનાની એક સુસાઈડ નોટ પણ મળી છે.
પોલીસે શબને એમબીએસની મોર્ચરીમાં રાખ્યું છે. મૃતક લોકેશ(26) હરિઓમ નગરનો રહેવાસી હતો. જે લાંબા સમયથી શરાબ કારોબારીને ત્યાં સેલ્સમેનનું કામ કરતો હતો. ત્રણ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. તેને દોઢ વર્ષનો બાળક છે.
મૃતક લોકેશની પાસેથી મળેલી દોઢ પેજની સુસાઈડમાં તણાવ અને દબાણની તમામ વાતો લખવામાં આવી છે. નોંધમાં લખવામાં આવ્યું છે કે વેપારીએ તેની પર 125 દારૂની બોટલ લઈ લેવાનો આરોપ લગાવ્યો છે. જેની સાડા 4 લાખની રિકવરી કાઢી છે. શરાબ કારોબારીએ પૈસા આપવા માટે દબાણ બનાવ્યું અને મહાવીર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. ફરિયાદ બાદ પોલીસે લોકેશને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો અને પટ્ટેથી મારામારી કરી. તેણે પોલીસ સ્ટેશનમાં લીકર વેપારીને હાથ અને પગ જોડ્યા હતા. લોકેશે લખ્યું કે ભૂલ ન હોવા છતાં તેણે જેલમાં જવાના ડર અને પોલીસના મારની બીકથી ભૂલ માની લીધી.
લોકેશ સોમવારે રાતે ચાલતો જ ઘરેથી નીકળ્યો હતો. તેની મોબાઈલ પર શરાબ મેનેજર સાથે વાત થઈ હતી. લગભગ 12 મિનિટના ઓડિયો રેકોર્ડિંગમાં લોકેશ, મેનેજરને આજીજી કરી રહ્યો છે કે તેની ભૂલ નથી. મેનેજર ખરાબ રીતે વાત કરતા શરાબ વેપારીને પોતાનો મોટો ભાઈ કહી રહ્યો છે. લોકેશ ઈજ્જત ખરાબ થવાના ડરથી વારંવાર સુસાઈડ કરવા અંગેની વાત કહી રહ્યો છે. લોકેશે રાતે 8 વાગ્યા પછી પોલીસની દેખરેખ હેઠ દારૂ વેચવાની વાત પણ લખી છે.
મૃતકના જીજા નરેન્દ્રએ જણાવ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા લોકેશ પર પૈસા આપવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે તેની કોઈ ભૂલ નહોતી. તણાવમાં આવીને લોકેશે સુસાઈડ કર્યું છે. રાતે મેનેજર પારેતાની લોકેશ સાથે મોબાઈલ પર વાતચીત થઈ હતી. જેમાં લીકરના નશામાં મેનેજરે ગાળો આપી હતી.
ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના ASI બાબૂલાલે જણાવ્યું કે સવારે સાડા 4 વાગ્યે ઢકનિયા સ્ટેશનની પાસે ડાઉન લાઈન પર એક યુવકનું શબ મળ્યું હતું. શબની પાસેથી મળેલા મોબાઈલ પરથી તેની ઓળખ થઈ છે. ઘટના સ્થળેથી લોકેશના ભાઈ રાહુલને બોલાવવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ મોબાઈલ રેકોર્ડિંગની વાત જણાવી છે. ફરિયાદ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..