ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી – આનંદીબેન પટેલ

આનંદીબેન મફતલાલ પટેલ (જન્મ: ૨૧ નવેમ્બર, ૧૯૪૧) ભારતીય રાજકારણી અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. તેણીએ ગુજરાત સરકારમાં સને. ૨૦૦૭ થી ૨૦૧૪ દરમિયાન માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ વગેરે જેવા મંત્રાલયોનાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી.

ગુજરાતના ૧૫મા મુખ્યમંત્રી
પદભારનો સમયગાળો- ૨૨ મે, ૨૦૧૪ થી ૩ ઓગષ્ટ ૨૦૧૬.

આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ સાથેનાં ગુજરાતનાં મહત્વનાં નેતા છે. હાલમાં, તેણી સૌથી વધુ સમય ધારાસભ્યપદે રહેનારા ગુજરાતનાં મહિલા ધારાસભ્યોમાંના એક છે. તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ૧૯૯૪માં રાજ્ય સભાના સભ્ય તરીકે કરી હતી અને ૧૯૯૮ની રાજ્યની ચૂંટણીઓ દરમિયાન તેઓ ગુજરાતમાંથી ધારાસભ્ય બન્યા. હાલમાં તેઓ એકમાત્ર ગુજરાતના મહિલા ધારાસભ્ય છે જે સતત ચાર વખતથી ચૂંટાયા હોય.

જીવન

આનંદીબેન પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામે ૨૧ નવેમ્બર, ૧૯૪૧ના રોજ થયેલો. તેમના પિતા જેઠાભાઈ ખેડૂત હતા. તેણીએ ચોથા ધોરણ સુધીનો અભ્યાસ કન્યા શાળામાં કરેલો, પછી કન્યાઓને આગળ અભ્યાસ માટે જિલ્લામાં સગવડ ન હોવાથી કુમાર શાળામાં પ્રવેશ લીધેલો. આ શાળામાં ૭૦૦ કુમાર વિદ્યાર્થીઓ વચ્ચે તેણી એક માત્ર વિદ્યાર્થીની હતા. ૮માં ધોરણથી તેણીએ નૂતન સર્વ વિદ્યાલય વિસનગરમાં પ્રવેશ મેળવ્યો. ઍથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવવા બદલ મહેસાણામાં તેણીને “વીર બાળા” પુરસ્કારથી સન્માનવામાં આવેલાં.

તેણી ૧૯૬૫માં પોતાના પતિ મફતલાલ સાથે અમદાવાદ ખાતે આવ્યા અને વિજ્ઞાનમાં અનુસ્નાતકનાં અભ્યાસક્રમમાં દાખલ થયા. તેણીએ અમદાવાદ ખાતે પોતાના કુટુંબના બાળકોના અભ્યાસની જવાબદારી સ્વીકારી. તે દિવસોમાં, તેમના અમદાવાદના ઘરે કુટુંબના દસ કરતાં વધુ લોકો રહેતા હતા. તેણીએ પોતાનો શિક્ષણશોખ પોષવા માટે બી.એડ. (શિક્ષણ સ્નાતક)ના અભ્યાસક્રમમાં દાખલો લીધો. તેણીએ એમ.એડ. (શિક્ષણ અનુસ્નાતક)માં સુવર્ણ પદક પ્રાપ્ત કરેલો.

૧૯૭૦માં તેણી મોહનીબા કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે જોડાયા. તેણી ઉચ્ચ માધ્યમિકનાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોનો અભ્યાસ કરાવતા હતા. પછીથી તેણી આ શાળાનાં પ્રધાનાચાર્યપદે નિયુક્તિ પામેલા. આ શાળા સાથે જોડાઈ રહેવા માટે તેણીએ અન્ય તમામ શાળાઓ તરફથી મળતી નોકરીની તકો જતી કરેલી અને સત્તત ૩૦ વર્ષ સુધી, રાજકિય આગેવાન બન્યા પછી પણ, આ શાળા સાથે જોડાયેલા રહ્યા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

જ્ઞાતિરત્નો