આણંદ જિલ્લાના મિની પેરિસ ગણાતા ભાદરણ ગામમાં NRI દાતા દ્વારા ચરોતરમાં સર્વ પ્રથમ સાડી બેંક શરૂ કરવામાં આવી છે. આ સાડી બેંક દ્વારા લગ્ન તેમજ શુભ પ્રસંગે વિના મૂલ્યે સાડી આપવાની આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભાદરણ ગામે બોરસદ મહિલા મામલતદારના હસ્તે સાડી બેંક ખુલ્લી મૂકવામાં આવી હતી. આ સાડી બેંકના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આપે અત્યાર સુધી નાણાંની બેંકો જોઈ હશે પણ સાડીની બેંક હોય એવા શબ્દો ક્યાંય સાંભળ્યાં નહીં હોય. જો કે ભાદરણમાં NRI દાતા દ્વારા શક્ય કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે લગ્ન જેવા શુભ પ્રસંગોમાં મહિલાઓ સાડીની ખરીદી કરવામાં લોકો લખલૂટ ખર્ચો કરતા હોય છે. પોતાની પાસે બજેટ ના હોવા છતાં પણ કેટલાક લોકો દેવું કરીને પણ સાડી ખરીદવામાં આવતી હોય છે. જો કે ભાદરણ ગામમાં શરૂ કરવામાં આવેલ સાડી બેંક આવી મહિલાઓ માટે આશીર્વાદરૂપ બનશે. ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ, કે જેઓ સાડી ખરીદી શકતી નથી તેઓ માટે આ બેંક આશીર્વાદ સમાન બની રહેશે.
ભાદરણની સાડી બેંક દ્વારા ભાદરણ તેમજ આજુબાજુના નાના-નાના ગામની તમામ મહિલાઓને સાડી વિનામૂલ્યે આપવામાં આવશે. અહીંયાથી સાડી આપ્યા બાદ તેનો ઉપયોગ કરીને તેને પરત આપતા સમયે ડ્રાય ક્લીન કરીને પરત આપવાની રહેશે. આ સાડી બેંક દ્વારા સાડી આપ્યા બાદ તેનો કોઇ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કપરા કાળમાં છેલ્લા 2 વર્ષથી લોકો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. આવા સમયે પોતાના પરિવારમાં કે ઘરમાં શુભ પ્રસંગોમાં ખરીદી કરવામાં લોકોને ભારે તકલીફ પડી રહી છે, ત્યારે આવા સમયે ભાદરણ ખાતે એન.આર.આઈ અને ભાદરણના ગ્રામજનો દ્વારા જે સાડી બેંક શરૂ કરવામાં આવી છે. જે ગરીબ અને મધ્યમ પરિવારના મહિલાઓ માટે આશીર્વાદ સમાન બનશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..