આનંદ મહિન્દ્રા કરશે આ મોટું કામ, મેડિકલના અભ્યાસ હેતું હવે યુક્રેન નહીં જવું પડે

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ભારત માટે સૌથી મોટો પડકાર ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓને વતનમાં લાવવાનો રહ્યો છે. જેમાં સૌથી વધારે સંખ્યા મેડિકલના વિદ્યાર્થીઓની છે. આ સમગ્ર ઘટના ક્રમની નોંધ લઈને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા એક મોટું કામ કરવા માટે જઈ રહ્યા છે. જેના કારણે મેડિકલના અભ્યાસ માટે હવે ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેન નહીં જવું પડે. આનંદ મહિન્દ્રાની ટ્વિટ કાયમ ચર્ચામાં રહે છે.

ઘણી વખત તે હેડલાઈન્સ પણ બની રહે છે. મોટા કદના ઉદ્યોગપતિ ઘણી વખત પોતાની યોજના ટ્વિટર થકી જણાવતા હોય છે. આ સાથે તે કોઈ પણ મુદ્દાઓ પર દિલ ખોલીને વાત કરે છે. હવે તેમણે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિને ધ્યાને લઈ એક મોટું કામ કરવાનો નિર્ણય કર્યો છે. આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને કહ્યું કે, મને ખબર ન હતી કે, ભારતમાં મેડિકલ કૉલેજની આટલી અછત છે. પોતાની કંપની ટેક મહિન્દ્રાના MD અને CEO સી.પી.ગુરાનીને ટેગ કરતા લખ્યું કે, શું આપણે મહિન્દ્રા યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરવા વિશે વિચારણા ન કરી શકીએ?

આનંદ મહિન્દ્રાની આ ટ્વિટ બાદ યુઝર્સે એવું જણાવ્યું હતું કે, ભારતમાંથી મોટી સંખ્યામાં મેડિકલનો અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ યુક્રેનમાં માત્ર સીટની અછતને કારણે જતા નથી. પણ ભારતમાં મેડિકલનો અભ્યાસ મોંઘો સાબિત થયો છે. આ પણ એક કારણ છે. જેને લઈને પી.વામશિધર રેડ્ડી નામના એક યુઝરે કહ્યું કે, આનંદ મહિન્દ્રાને અપીલ કરવમાં આવે છે કે, તમે સંસ્થાનું ધ્યાન રાખજો. અન્ય સંસ્થાઓની જેમ આની ફી પણ કરોડો રૂપિયામાં ન હોય. જેના પર આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, હા અવશ્ય ધ્યાન રાખીશું. આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટ સાથે એક ન્યૂઝ પણ પોસ્ટ કર્યા છે. જેમાં સૌથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ માટે ક્યાં જાયે છે એના આંકડા સામે આવ્યા છે.

સૌથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ ચીનમાં મેડિકલ ક્ષેત્રનો અભ્યાસ કરી રહ્યા છે. જ્યા 23000 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એ પછી બીજા ક્રમે યુક્રેનનો ક્રમ આવે છે, એ પછી રશિયા, ફિલિપાઈન્સ, Kyrgyzstan, જ્યોર્જિયા, બાંગ્લાદેશનો ક્રમ આવે છે. જોકે, વધી રહેલા મેડિકલ ક્ષેત્રના મહત્ત્વને લઈને ઘણા વિદ્યાર્થીઓ બ્રિટન જવાનું પણ પસંદ કરે છે. બીજી બાજું આપણા દેશમાં મેડિકલના એડમિશન માટેની પ્રક્રિયા અને મસમોટા ખર્ચાને કારણે પણ યુવાધન વિદેશ બાજું આગેકુચ કરી રહ્યો છે. એવું એક અંગ્રેજી અખબારના રીપોર્ટમાંથી સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો