આણંદના તારાપુરમાં ગર્ભવતી દર્દી સાથે ખાનગી હોસ્પિટલના તબીબે અમાનવીય વ્યવહાર કર્યા હોવાની ઘટના સામે આવી છે. આટલું જ તબીબ દ્વારા મોટી રકમની માંગણી કરવામાં હતી. જો કે તેને સંતોષવામાં નઆવતાં તબીબે માનવતા સાથે તબીબધર્મ પણ લજવ્યો છે. ડોક્ટર દ્વારા હોસ્પિટલમાં પ્રવેશ ન મળતાં મહિલાએ બહાર જ બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટનાએ સમાજની સંવેદના ઝંઝોળી દીધી છે. સમગ્ર ઘટના બાદ સ્થાનિક નાગરિકો આવા તબીબ સામે ફિટકાર વરસાવતા જોવા મળી રહ્યાં છે
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બે દિવસ પૂર્વે તારાપુર ખાતે આવેલી મિરાણી મેટરનીટી એન્ડ નર્સિંગ હોમમાં શ્રમજીવી પરિવારની સગર્ભાને પ્રસુતિ પીડા ઉપડતાં હોસ્પિટલ લાવવામાં આવી હતી. આવા કટોકટી સમયે સારવાર આપવાના બદલે સગર્ભા સાથે ડોક્ટર દ્વારા અમાનુષીય વર્તન કર્યું હોવાની ફરિયાદ ઉઠી હતી.
#Crime #ViralVideo આણંદ જીલ્લાનાં તારાપુર તાલુકાનો ગાયનેક ડોક્ટર માનવતા ભુલ્યો, લાલચુ ડોક્ટરે ગરીબ પાસે પૈસા ન હોવાથી ન કરાવી પ્રસુતિ #Tarapur #Anand pic.twitter.com/b1AQv1as6n
— News18Gujarati (@News18Guj) January 11, 2022
આ સાથે આ દર્દીની સારવાર પહેલા રૂ.42 હજાર જેવી રકમ માંગતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઉપરાંત ડોક્ટર દ્વારા હોસ્પિટલમાં પ્રવેશ ન મળતાં મહિલાએ બહાર જ બાળકને જન્મ આપ્યો હતો. અડધી રાતે કડકડતી ઠંડી વચ્ચે શ્રમજીવી પરિવાર પાસે પુરતા સાધનો પણ ન હોવાથી માતા-સંતાનની હાલત લથડતી હતી.
ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, ત્યારે તારાપુરમાં એક તબીબે પોતાની માનવતા નેવે મૂકી હતી. બે દિવસ રાત્રિના સમયે પોતાનું ધંધાકીય કામ પરવારી ઘરે જઈ રહેલ સ્થાનિકોથી આ મહિલાની હાલત જોવાઇ નહોતી. આખરે સ્થાનિક અજયભાઈ જસવંતભાઈ દ્વારા 108ને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને માતા–સંતાનને યોગ્ય સારવાર આપી સ્થાનિક સીએચસી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં ડોક્ટરો દ્વારા દર્દીની ગંભીર સ્થિતિ જોઈ કરમસદ ખાતે આવેલી શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં માતાની તબિયત સારી છે પરંતુ બાળકની તબિયત નાજુક હોવાની માહિતી મળી છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ચરોતર પંથકમાં ભારે ઉહાપોહ મચ્યો છે. લોકોએ ડોક્ટર સામે ફિટકારની લાગણી વરસાવી હતી. આ ઉપરાંત કેટલાકે તો ડોક્ટર સામે પોલીસ ફરિયાદ કરી કડક પગલાં ભરવા સુધીની માગણી કરી છે.
પ્રસુતિ બાદ પણ ડોક્ટરે માનવતા દાખવી નહતી. પ્રસૂતાને અતિશય પીડા ઉપડતા તેણીએ હોસ્પિટલના ઓટલે ખુલ્લામાં જ બાળકને જન્મ આપી દીધો હતો.આવી કડકડતી ઠંડીમાં લગભગ પોણા કલાક સુધી બાળક નાળ સાથે જોડાયેલું રહ્યું હતું, પરંતુ ડોકટર આવ્યા જ નહોતા. આખરે 108 ને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી અને નાળ કાપી પ્રાથમિક સારવાર શરૂ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..