ટેસ્લાનું નામ ઇલેક્ટ્રિક કારની દુનિયામાં જાણીતું છે અને હવે એને ટક્કર આપવા માટે એક ગુજરાતી ઉદ્યોગપતિએ તૈયારી શરૂ કરી છે. મૂળ ગુજરાતના બોરસદના વતની અમેરિકાસ્થિત હિમાંશુ પટેલની કંપની ટ્રાઈટન ગુજરાતમાં ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરશે. ગુજરાત સરકાર અને કંપની વચ્ચે આગામી 4 એપ્રિલે આ માટેના કરાર કરશે. મૂળ આણંદ પાસેના બોરસદના હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે અમે અમારા પ્રથમ ઉત્પાદન પ્લાન્ટ માટે ગુજરાતમાં આવીશું. અહીં 600 એકરથી વધુ જગ્યા પર 30 લાખ સ્ક્વેરફૂટનો અદ્યતન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવવાની અમારી યોજના છે.
ગુજરાતના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી
હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં અમે ગુજરાત આવ્યા હતા અને ત્યારે ત્યાંના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી સાથે અમે ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. ગુજરાતમાં અમે ટ્રક અને કાર બંનેનું ઉત્પાદન કરવા અંગે વિચારી રહ્યા છીએ.
ગુજરાતમાં EV માટેનું સંપૂર્ણ નેટવર્ક ઊભું કરશે
હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં EV કાર ઉત્પાદન સાથે સાથે અમે ઇલેક્ટ્રિક વ્હીકલ માટેનું નેટવર્ક પણ ઊભું કરીશું. બેટરી મેન્યુફેક્ચરર, ઓટોપાર્ટ્સ ઉત્પાદકો અને ચાર્જિંગ સ્ટેશનને લગતા ઉત્પાદકો સાથે અમે ટૂંક સમયમાં વાતચીત શરૂ કરીશું. કંપનીની વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે ટ્રાઈટન ઇલેક્ટ્રિક કાર, ટ્રક તેમજ ડિફેન્સને લગતાં વાહનોનું ઉત્પાદન કરે છે.
ટ્રાઈટને અગાઉ તેલંગાણા સાથે કરાર કર્યા હતા
કંપનીએ જૂન 2021માં ઉત્પાદન પ્લાન્ટ બનાવવા માટે તેલંગાણા સરકાર સાથે કરાર કર્યા હતા. જોકે કોઈ કારણસર ત્યાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં સફળતા મળી નહોતી. કંપની તેલંગાણામાં અંદાજે રૂ. 2000 કરોડનું રોકાણ કરવા ધારતી હતી અને આ પ્રોજેક્ટના કારણે ત્યાં 25,000 નવી રોજગારી ઊભી થઈ શકી હોત. જોકે હવે આ પ્રોજેક્ટ ગુજરાતમાં આવી રહ્યો છે ત્યારે આટલી જ રોજગારી ગુજરાતમાં પણ સંભવ બનશે.
કોણ છે હિમાંશુ પટેલ?
મૂળ ગુજરાતના આણંદ પાસે આવેલા બોરસદના વતની હિમાંશુ પટેલ લગભગ દોઢ દાયકાથી અમેરિકામાં ઈલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટર સાથે જોડાયેલા છે. તેમણે ટ્રાઈટન સોલર અને ટ્રાઈટન EV એમ બે કંપની બનાવેલી છે. ટ્રાઈટન સોલર એ પાવર સ્ટોરેજ અને બેટરીનું કામ કરે છે જ્યારે ટ્રાઈટન EV ઇલેક્ટ્રિક કાર અને ટ્રકનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત કોંગ્રેસમેન પીટ સેશન્સે ભારતીય અમેરિકન હિમાંશુ બી પટેલને તેમના ક્રિપ્ટો ટેક્નિકલ વર્કિંગ ગ્રુપ માટે તેમના મુખ્ય આર્થિક વિકાસ અને ઊર્જા માળખાકીય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..