‘પાણી બચાવો’ અને ‘જળ છે તો જીવન છે’ ના અનેક સ્લોગન આપણે સાંભળતા જ હોઈએ છીએ પણ જ્યારે આ સૂત્રોને કોઈ જીવનમાં ઉતારીને તે દિશામાં કામ કરવા લાગે તો ચોક્કસ તેમને જળરક્ષક કહેવા પડે. આવુ જ કાર્ય અમરેલી જિલ્લાના સણોસરા ગામના લોકોએ કર્યું છે. કોઈપણ સરકારી મદદની રાહ જોયા વગર જ લોકભાગીદારી કરીને ચેકડેમ બનાવી જળસંચયનું એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. સાથે વૃક્ષારોપણ કરી ગામને હરિયાળું બનાવવાનો ભગીરથ પ્રયાસ પણ થયો છે.
અમરેલી તાલુકાના સણોસરા ગામના લોકોએ પાણીની સમસ્યાને પહોંચી વળવા ચેકડેમ બનાવાનો સહિયારો પ્રયત્ન કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની જળસંચય અભિયાનની અપીલને ગ્રામજનોએ સાર્થક કરવાનો નિર્ણય કર્યો છે. નિર્ણય કર્યા પછી 50 લાખ જેવી માતબર રકમ એકઠી કરી હતી અને શરૂ થયુ આ ભગીરથ કામ. એટલુ જ નહી સણોસરા ગામને ગ્રીન વિલેજ બનાવવા માટે ગ્રામવાસીઓએ કરેલો સંકલ્પ હવે ધીરે ધીરે સાર્થક પણ થઈ રહ્યો છે. ગયા વર્ષે જ વૃક્ષો વાવો વરસાદ લાવોના સૂત્રથી પ્રેરાઈને કરેલા વૃક્ષારોપણ બાદ આ વર્ષે પણ ગામની મહિલાઓએ સામૂહિક વૃક્ષારોપણ કર્યું હતું.
તેમની આ અનોખી પહેલમાં ધોળકિયા ફાઉન્ડેશનના સવજીભાઈ ધોળકિયાએ પણ મશીનરી સહિત અન્ય સહાય કરી હતી. જો કે ગામલોકોનો ઉત્સાહ જોઈને તેઓએ પણ ત્યાં જઈને શ્રમદાન કર્યું હતું. સણોસરા ગામલોકોએ શરૂ કરેલી પાણી બચાવવાની આ અનોખી ઝૂંબેશ અનેક લોકોને આવું સરાહનીય કાર્ય કરવા માટે પ્રેરણા આપશે.
લોકભાગીદારીથી કરવામાં આવેલુ કામ ચોક્કસથી સાર્થક થશે તેવી આશા સાથે સણોસરાના ગ્રામજનો તન,મન,અને ધનથી કામ કરી રહ્યા છે. ત્યારે સરકાર ગ્રામજનોને કેટલો સહકાર આપશે તે જોવુ રહ્યુ.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.