ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નાની બાળકીઓ પર બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં અમરેલી જિલ્લાના સાવરકુંડલાની હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. જેમાં માત્ર ત્રણ વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારીને નરાધમ ફરાર થઈ ગયો હતો. અને બાળકીને ઝીંઝુડા ગામના બસ સ્ટેન્ડ પર લોહીલુહાણ હાલતમાં ફેંકી દીધી હતી. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સાવરકુંડલા શહેરમાં નાવલી નદીના પટમાં ઝૂંપડું બાંધી રહેતાં અને ભિક્ષાવૃત્તિ કરતાં પરિવારની ત્રણ વર્ષની દીકરીને નરાધમોએ પીંખી નાખી હતી. નરાધમે ત્રણ વર્ષની દીકરીનું અપહરણ કરીને સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામ ખાતે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. અને બાદમાં બાળકીને મોટા ઝીંઝુડા ગામના બસ સ્ટેન્ડ પર નાખી બળાત્કારી ફરાર થઈ ગયો હતો.
વહેલી સવારે ગામ લોકોની અવર-જવર શરૂ થતાં લોહીલુહાણ હાલતમાં બાળકી નજરે પડતાં પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા રેપની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા સાવરકુંડલા તાલુકામાં નાકાબંધી કરવામાં આવી છે. જિલ્લા એસપીએ આ મામલે સૂચના આપી અલગ-અલગ ટીમ બનાવીને નરાધમોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..