ભારતીય સેનાના જવાન બોર્ડર પર દેશની સુરક્ષાની સાથે સાથે સામાન્ય લોકોની મદદ કરવામાં પણ હંમેશા અગ્રેસર હોય છે. શનિવારે જાંબાઝ જવાનોએ એવું કામ કર્યું જેની ભારે પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો હાલ જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય સેનાના જવાન એક ગર્ભવતીને છ કિલોમીટર ચાલીને હોસ્પિટલ પહોંચાડી છે. ખાસ વાત એ છે કે તેઓએ આ પ્રશંસનીય કામ ભારે હિમવર્ષા વચ્ચે કર્યું છે.
#WATCH | Amid heavy snowfall, Indian Army medical team conducted an emergency evacuation of a pregnant woman from Ghaggar Hill village near LOC and brought her to an ambulance at Salasan in Baramulla, Jammu & Kashmir. pic.twitter.com/jAUsnnawDd
— ANI (@ANI) January 8, 2022
આ વીડિયોને સમાચાર એજન્સી ANIએ શેર કર્યો છે. વીડિયોમાં સેનાના જવાન જે મહિલાને મદદ કરી રહ્યાં છે તે નિયંત્રણ રેખાની પાસે આવેલા ધગ્ગર હિલ ગામની છે. શનિવારે જવાનોને જેવી જ મહિલાની તબિયત બગડી હોવાની માહિતી મળી કે તેઓ મેડિકલ ટીમની સાથે મહિલાના ઘરે પહોંચ્યા હતા. તેઓ ત્યાં પહોંચ્યા તે બાદ મહિલાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. જે બાદ જવાનોએ તે મહિલાને ખભે ઊંચકી ભારે બરફ વર્ષા વચ્ચે પગપાળા જ હોસ્પિટલ લઈ ગયા.
મહિલાને હોસ્પિટલમાં પહોંચાડવી જરૂરી હતું, તેથી જવાન પગપાળા જ તેમને લઈને નીકળી પડ્યા. આ દરમિયાન હિમવર્ષા પણ જોરદાર થઈ રહી હતી. ભારે સ્નોફ્લો અને ખરાબ હવામાન વચ્ચે પણ ભારતીય જવાનોએ જુસ્સો ડગમગ્યો નહીં અને સગર્ભાને હોસ્પિટલ પહોંચાડીને જ રહ્યાં. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બરફ વર્ષા કેવી જોરદાર થઈ રહી હતી.
હોસ્પિટલ પહોંચ્યા બાદ ત્યાં હાજર લોકોએ ભારતીય જવાનોના જુસ્સાની જોરદાર પ્રશંસા કરી અને તેમનો આભાર માન્યો. હાલ મહિલા સ્વસ્થ છે. સેનાના જવાનોના આવી પ્રશંસનીય કામગીરીને પ્રેગ્નન્ટ મહિલાના પરિવારોએ પણ આભાર માન્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..