અમદાવાદ રિક્ષાચાલકે ઈમાનદારીની મિશાલ પૂરી પાડી, એક લાખની બેગ પેસેન્જર ભૂલી જતા પરત કરી

અમદાવાદ શહેરમાં એક સારો બનાવ સામે આવ્યો છે. શહેરનાં મણિનગરનાં રામનગર ખાતે આવેલા સુપર પેટ્રોલ પંપનાં કેશિયર અને અન્ય એક કર્મચારી રામબાગથી રિક્ષામાં બેઠા હતાં. તેમની પાસે એક બેગમાં એક લાખની રોકડ તેમજ પેટ્રોલ પંપનાં એકાઉન્ટ હિસાબી કાગળો લઇને હાટકેશ્વર જઇ રહ્યાં હતાં. ત્યારે તેઓ ભૂલથી બેગ રિક્ષામાં મૂકીને જતા રહ્યાં. જે બાદ રિક્ષા ડ્રાઇવર રમેશભાઇ ચુનારાનાં ધ્યાનમાં આવતા તેઓ પેટ્રોલ પંપ પર પરત આપવા ગયા હતાં. આવા કિસ્સાઓ ઓછા પ્રમાણમાં બનતા હોય છે પરંતુ જ્યારે પણ બને છે ત્યારે માનવતા મરી પરવા નથી તેવો એહસાસ કરાવે છે.

રિક્ષાચાલક રમેશભાઇ બચુભાઈ ચુનારાએ તે બેગમાં રહેલી પાસબુક પરના સરનામા પરથી પૈસા ભરેલી બેગ પેટ્રોલ પંપ પર પરત આપવા આવ્યાં હતા. જેથી પેટ્રોલ પંપનાં માલિક સહિત કેશિયર રિક્ષાચાલકની પ્રમાણિકતા પર ગર્વ કરી તેમને બિરદાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો