કેટલીક વખત ઘણા લોકોને પેટમાં સખત દુખાવા લાગે છે કે પછી ક્યારેક કોઇ ભારે સામાન ઉઠાવવાના કારણે પિચોટી તેની જગ્યાએથી ખસી જાય છે. આ સમસ્યા ઘણી વખત ઘણા લોકોને થાય છે. જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. અંબોઇ ખસી જવાને કારણે પેટમાં દુખાવો, ગેસ, ભૂખ ન લાગવી, પગમાં ધ્રુજારી, ગભરામણ સહિતની સમસ્યાઓ થવા લાગે છે. તેની સાથે જ ઉલટી અને ડાયેરિયા પણ થઇ જાય છે. પરંતુ તેનાથી સહેલાઇથી છૂટકારો મેળવી શકાય છે. આજે અમે તમને કેટલાક એવા ઘરેલું નુસખા અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જેનો ઉપયોગ તમે અંબોઇ ખસવા પર કરી શકો છો અને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
આ રીતે મેળવો છૂટકારો
– સૂકા આંબળાને પીસીને તેનો પાવડર બનાવી લો. હવે એક ચમચી આંબળાના પાવડરમાં થોડોક લીંબુનો રસ મિક્સ કરીને નાભિની ચારેય તરફ લગાવી લો અને 2 કલાક માટે રાખી મૂકો. જો તમે દિવસમાં બે વખત આ ઉપાય કરો છો તો અંબોઇની સમસ્યાથી રાહત મળી શકે છે.
– જો તમારી પિચોટી ખસી ગઇ છે તો 10 ગ્રામ વરિયાળી લઇને પીસી લો અને હવે તેના પાવડરમાં 50 ગ્રામ ગોળ મિક્સ કરીને સવારે ખાલી પેટે સેવન કરો. જો તમે 2-3 દિવસ સુધી વરિયાળી અને ગોળનું સેવન કરશો તો તમારી અંબોઇ યોગ્ય જગ્યાએ આવી જશે અને આ સમસ્યાથી રાહત મળશે.
– સરસિયાના તેલના ઉપયોગથી પણ ખસી ગયેલી અંબોઇની સમસ્યાને સારી કરી શકાય છે. જેના માટે તમે 3 દિવસ સુધી સતત સવારે ભૂખ્યા પેટે સરસિયાના તેલના કેટલાક ટીંપા તમારી નાભિમાં નાખો. આમ કરવાથી પેટનો દુખાવો દૂર થશે અને આ સમસ્યાથી છૂટકારો મળશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..