શિયાળામાં ખાસ ખાઈ લેજો સ્ટાર ફ્રૂટ, મળશે આ 5 જબરદસ્ત ફાયદા, જાણો અને શેર કરો

શિયાળામાં કેટલીક ખાસ વસ્તુઓ મળતી હોય છે, જેનું સેવન અવશ્ય કરી લેવું જોઈએ. શિયાળો એટલે હેલ્ધી વસ્તુઓ ખાવાની સિઝન. જેથી આ સિઝનમાં ખૂબ ખાવું જોઈએ અને હેલ્ધી ખાવું જોઈએ. આ સિઝનમાં મળતાં શાકભાજી અને ફ્રૂટ્સ ખાઈ લેવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય જળવાય છે. આ સિઝનમાં એવું જ એક ખાસ ફ્રૂટ મળે છે જેનું નામ સ્ટાર ફ્રૂટ છે, એટલે કે કમરખ ફળ સ્ટાર જેવું દેખાય છે. જેથી તેને સ્ટાર ફ્રૂટ કહે છે. લોકો તેને કમરખના નામે ઓળખે છે. તે સામાન્ય રીતે સ્વાદમાં ખાટું હોય છે. પરંતુ તે પાકી ગયા બાદ મીઠું લાગે છે. આ ફળમાં અનેક પોષક તત્વો રહેલાં છે, જે શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સ્ટાર ફ્રૂટમાં અનેક ઔષધીય ગુણો પણ રહેલાં છે. જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. આમાં કેલરી ઓછી અને ફાયબર વધુ પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાં વિટામિન બી, વિટામિન સી, સોડિયમ, પોટેશિયમ, આયર્ન અને અન્ય કેટલાક એન્ટીઓક્સીડેન્ટ પણ હોવાથી તેને ખાવાથી ગજબના ફાયદા મળે છે.

એક રિપોર્ટ મુજબ સ્ટાર ફ્રૂટ વિટામિન સીનો બેસ્ટ સોર્સ છે. વિટામિન સી શરીરમાં રહેલાં હાનિકારક તત્વો દૂર કરવામાં મદદ કરે છે. આ શરીરમાં આવતા સોજાને પણ ઠીક કરે છે. આ સિવાય ફ્લૂ, શરદી-ખાંસીને પણ દૂર કરવામાં મદદ કરે છે.

હાર્ટ માટે બેસ્ટ

કમરખ ફ્રૂટમાં સોડિયમ અને પોટેશિયમ હોય છે. જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં કેલ્શિયમ હોય છે, જે હાર્ટ માટે પણ ફાયદાકારક છે. સ્ટાર ફ્રૂટ ખાવાથી શરીરને ભરપૂર પોષક તત્વો મળી રહે છે. સાથે જ સ્ટ્રોક અને કાર્ડિયક અરેસ્ટ જેવા હાર્ટ ડિસીઝનો પણ ખતરો રહેતો નથી.

ડાયાબિટીસમાં ફાયદાકારક

જો તમે બોડીમાં બ્લડ શુગર લેવલ અને ઈન્શ્યુલિનને કંટ્રોલમાં રાખવા માંગો છો તો સ્ટાર ફ્રૂટ અવશ્ય ખાઓ. ફાયબરથી ભરપૂર આ ફ્રૂટ ખાવાથી બોડીમાં બ્લડ શુગર નિયંત્રિત રહે છે અને સાથે જ ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક છે.

પાચન માટે બેસ્ટ

આ ફળમાં ફાયબર ભરપૂર માત્રામાં હોય છે. જેથી તે પેટ માટે પણ ફાયદાકારક છે. તે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય તેના કબજિયાતમાં પણ રાહત મળે છે.

વાળ માટે લાભકારી

વિટામિન બી અને સીની સાથે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર સ્ટાર ફ્રૂટ ખાવાથી વાળ હેલ્ધી રહે છે. તે સ્કિનને પણ હેલ્ધી રાખવામાં મદદ કરે છે. વાળ ખરતાં રોકે છે અને વાળને મજબૂત બનાવે છે.

કમરખ ફળ બજારમાં સરળતાથી મળી રહેતું ફળ છે. તે ગળ્યું અને ખાટા એમ બે પ્રકારના હોય છે. કમરખને ગુજરાતીમાં તમરક પણ ઓળખવામાં આવે છે. આ ફળની તાસીર ગરમ અને ભારે હોય છે. તેનો ઉપયોગ દવા બનાવવામાં પણ કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો