ડાયાબીટિસ સહિતની આ તકલીફથી મુક્તિ અપાવશે બેસનની રોટલી, આ રોટલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો અને શેર કરો

જો તમને ડાયાબીટિસ છે તો તમારે ખાણી-પીણીને લઈને વિશેષ સતર્કતા રાખવી પડે છે. ડાયાબીટિસમાં ભૂખ પણ વધારે લાગે છે એવામાં તમારૂં ડાયટ એવું હોવું જોઈએ જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે. જેના માટે ચણાના લોટની રોટલીથી વધારે સારો ઓપ્શન કોઈ હોઈ શકે નહીં. એટલું જ નહીં જે બ્લડ પ્રેશર, શારીરિક નબળાઈ અને શરીર પરની વધારાની ચરબી દૂર કરવા માગે છે તેમના માટે બેસનની રોટલી સારો ઓપ્શન છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કારણ કે બેસનમાં પ્રોટીન વધારે હોય છે એટલે તે લો ગ્લાઈસેમિક ઈન્ડેક્સવાળું હોય છે. આ જ કારણ છે કે તે વજન ઉતારવાની સાથે-સાથે ડાયાબીટિસમાં પણ ફાયદાકારક સાબિત થાય છે. જેમને મસલ્સ બનાવવાનો શોખ છે તેમણે બેસનની રોટલીઓ ખાવી જોઈએ. તે ગ્લૂકોઝ લેવલને સંતુલિત રાખે છે. તો જાણો બેસનની રોટલી ખાવાથી થતાં અન્ય ફાયદા વિશે.

બેસનની રોટલી ખાવાના ફાયદાઃ

1) ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું હોવાના કારણે બેસનની રોટલી ખાધા બાદ તે મોડેથી બ્લડમાં પહોંચે છે અને તેથી શુગર લેવલ વધી શકતું નથી. એટલા માટે તે વજન ઓછું કરવા માગતા લોકો માટે અને ડાયાબીટિસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

2) સેલેનિયમ, પોટેશિયમ, વિટામિન એથી ભરેલો બેસન માંસપેશિઓને મજબૂત બનાવવામાં કારગત નીવડશે. પ્રોટીનયુક્ત બેસન માંસપેશિઓની નબળાઈને દૂર કરે છે.

3) હાડકાઓ માટે પણ બેસન ફાયદાકારક છે. જેને આસ્ટિયોપોરેસિસ હોય અથવા હાડકા નબળા હોય તેમણે બેસનની રોટલી રોજ ખાવી જોઈએ કારણ કે તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસફરસ હોય છે જે હાડકાં માટે જરૂરી છે.

4) બેસનમાં એક એવું તત્વ હોય છે જે મગજમાં ઉપસ્થિત ફોલેટ બ્રેન સેલ્સને એક્ટિવેટ કરે છે. જેનાથી મગજ પણ તેજ ચાલે છે.

5) જો તમને અનિદ્રાની તકલીફ હોય અથવા તો તમારૂં મગજ અશાંત રહેતું હોય અથવા તો તણાવ હોય તો તમારે રોજ બેસનની રોટલી ખાવી જોઈએ. કારણ કે તેમાં રહેલું એમીનો એસિડ, ટ્રિપ્ટોફૈન અને સેરોટોનિન જેવી તમામ સમસ્યાઓને ઠીક કરવાનું કામ કરે છે.

6) પ્રેગ્નેન્સીમાં પણ બેસનમાંથી બનેલી રોટલી ખાવાથી માતા અને બાળક એમ બંનેને ફાયદો થાય છે. કારણ કે તેમાં ફોલેટ અને આર્યન વધારે હોય છે જે બાળકને જન્મજાત બીમારીથી બચાવવામાં મદદ કરે છે.

7) પીરિયડ્સમાં થનારી તકલીફો પણ બેસન લાભદાયી છે. આયર્ન હોવાના કારણે વધારે બ્લીડિંગ પણ થતું નથી.

બેસનની રોટલી બનાવવાની રીતઃ

બે કપ ચણાનો લોટ, બે ચમચી ઘઉંનો લોટ, બે ચમચી સમારેલો ફુદીનો, બે ચમચી સમારેલી કોથમીર, એક નંગ સમારેલું લીલું મરચું, એક નંગ જીણી સમારેલી ડુંગળી, અડધી ચમચી લાલ મરચું પાઉડર, અડધી ચમચી જીરુ પાઉડર, સ્વાદાનુસાર મીઠું

– એક બાઉલમાં ચણાનો લોટ, ઘઉંનો લોટ, ફુદીનો, કોથમીર, લીલું મરચું, ડુંગળી, લાલ મરચું પાઉડર, જીરું પાઉડર અને મીઠું લઈને મિક્સ કરી લો. હવે તેમાં થોડું-થોડું પાણી એડ કરીને રોટલી વણાય તેવો લોટ બાંધી લો. હવે આ કણકમાંથી મીડિયમ સાઈઝની રોટલી બનાવી શેકી લો. તમે ઈચ્છો તો તેમાં ઉપરથી ઘી પણ લગાવી શકો છો…

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો