ઘણાં લોકો એવા હોય છે જેઓ રોજ દૂધ પીવે છે અને ઘણાંને દૂધ પીવું બિલકુલ પસંદ હોતું નથી. રણ દૂધમાં રહેલાં પોષક તત્વો શરીર અને હાડકાંઓને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. પણ જો તેમાં ઔષધિય ગુણોથી ભરપૂર તુલસીના પાન મિક્સ કરી દેવામાં આવે તો તેના ફાયદા ડબલ થઈ જાય છે. તેના માટે દૂધ ઉકાળતી વખતે તુલસીના 3-4 પાન ધોઈ મિક્સ કરવા. રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ આવું દૂધ પીવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર રહે છે. ચાલો જાણીએ ફાયદા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
તુલસીવાળું દૂધ પીવાના ફાયદા
સીઝનમાં આવતાં ફેરફારને કારણે શરદી, ખાંસી, તાવની સમસ્યામાં રેગ્યુલર તુલસીવાળું દૂધ પીવાથી ઈમ્યૂનિટી વધે છે. તેનાથી વાયરલ ઈન્ફેક્શન અને ફ્લૂની સંભાવના ઘટે છે.
સ્ટ્રેસ
તુલસી અને દૂધમાં રહેલાં તત્વ બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. જેનાથી સ્ટ્રેસ ઓછું કરવામાં મદદ મળે છે અને માઈન્ડ રિલેક્સ રહે છે. તુલસીમાં એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોવાથી તે માઈગ્રેન અને માથાનો દુખાવો દૂર કરે છે.
શ્વાસની તકલીફ
રેગ્યુલર સવારે ખાલી પેટ તુલસીવાળું દૂધ પીવાથી બોડીમાં કફની પ્રોબ્લેમ દૂર થાય છે. જેનાથી શ્વાસ લેવામાં થતી તકલીફ અને અસ્થમામાં રાહત મળે છે.
કેન્સર
તુલસીમાં એન્ટીબાયોટિક અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોવાથી તેને દૂધની સાથે લેવાથી તે કેન્સર સેલ્સને વધતાં રોકે છે. જેનાથી કેન્સરનો ખતરો ટળે છે.
હેલ્ધી હાર્ટ
રેગ્યુલર સવારે ખાલી પેટ તુલસીવાળું દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટની નળીઓમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. તેનાથી હાર્ટ ડિસીઝ સામે રક્ષણ મળે છે.
હેલ્ધી સ્કિન
તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જેથી તેને રેગ્યુલર સવારે ખાલી પેટ દૂધની સાથે લેવાથી સ્કિન ઈન્ફેક્શનની પ્રોબ્લેમ દૂર થાય છે અને સ્કિન હેલ્ધી બને છે.
કિડની સ્ટોન
કિડની સ્ટોન થવા પર રેગ્યુલર સવારે તુલસીવાળું દૂધ પીવો. તેનાથી કિડની સ્ટોન ઓગળીને નીકળી જાય છે અને કિડની હેલ્ધી રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends….