શિયાળામાં રોજ રાત્રે પલાળીને સવારે ચાવીને આ વસ્તુ ખાઈ લો, કિડની, લિવરની સમસ્યામાં મળશે ફાયદા, પલાળેલું પાણી પીવાથી પણ અનેક રોગો રહેશે દૂર

શિયાળામાં સૂકા મેવાનું ખાસ સેવન કરવામાં આવે છે. જેમાં નાની સાઇઝની કિસમિસમાં ઘણાં બધાં ગુણ છુપાયેલા હોય છે. તેમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબરની માત્રા પૂરતા પ્રમાણમાં હોય છે. આયુર્વેદિક એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની જણાવે છે કે કિસમિસ અનેક વસ્તુઓમાં ફાયદો કરે છે. તેમાં રહેલા પોષક તત્વો અનેક બીમારીઓને જડમૂળથી દૂર કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે જે એનર્જીનો સારો સોર્સ હોય છે. તેને હેલ્થ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ આયુર્વેદ મુજબ રોજ સુકાયેલીની જગ્યાએ પલાળેલી કિસમિસ ખાવાથી અનેક ગણો વધુ ફાયદો મળી શકે છે.

આ રીતે કરો સેવન

આશરે 10થી 15 કિસમિસને રાતના પાણીમાં પલાળી લો અને સવારે ખાલી પેટ સરખી રીતે ચાવીને ખાઓ. કારણ કે દ્રાક્ષને સુકાવીને કિસમિસ બનાવવામાં આવે છે તેથી તેમાં પોષક તત્વો વધુ કંસન્ટ્રેટેડ રહે છે. કિસમિસમાં શુગર અને કેલેરી ખૂબ વધુ હોય છે, પરંતુ આ નુકસાન પહોંચાડવાની જગ્યાએ ફાયદો કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કિસમિસ વેટ લોસમાં પણ મદદ કરે છે. જો તમે રેગ્યુલર એક્સરસાઇઝની સાથે કિસમિસ ખાઓ છો તો તમને વેટ લોટ કરવામાં મદદ મળશે. અહીં અમે સવારે ખાલી પેટ કિસમિસ ખાવાના ફાયદા જણાવી રહ્યા છીએ.

રોજ સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પીવાથી તેમાં રહેલું પોટેશિયમ બીપીને કંટ્રોલ કરવામાં મદદ મદદ કરે છે અને બીપી નોર્મલ રાખે છે.

કિડની

રોજ કિસમિસનું પાણી પીવાથી કિડની ફંક્શન સુધરે છે. જેનાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકાળવામાં મદદ મળે છે અને કિડની ડિસીઝનો ખતરો ટળે છે.

કરચલીઓ દૂર કરે છે

તેમાં ફ્લેવોનોઇડ્સ એન્ટીઓક્સિડેન્ટ ભરપુર માત્રામાં મળી આવે છે, જે ત્વચા પર પડતી કરચલીઓને ઝડપથી ઘટાડવામાં સહાયક છે. તે વધતી ઉંમરની નિશાનીઓને ઘટાડીને તમને યુવાન રાખવામાં મદદ કરે છે.

લિવર સ્વસ્થ રહે છે

કબજિયાત કે પાચન સંબંધિત તકલીફ સામે લડવા માટે કિસમિસનું પાણી લાભદાયક છે. તે પાચનને બહેતર બનાવે છે. રોજ કિસમિસના પાણીના સેવનથી તમારું લિવર સ્વસ્થ રહે છે અને તે યોગ્ય રીતે કામ પણ કરી શકે છે. સાથે સાથે તમારા મેટાબોલિઝ્મ સ્તરને નિયંત્રિત કરવામાં પણ સહાયક સાબિત થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો