સામાન્ય રીતે આપણે ખાવાની વસ્તુઓ એલ્યુમિનિયમ ફોઇલ અથવા પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરતા હોઇએ છીએ. એમાં પણ ખાસ કરીને અત્યારે એલ્યુમિનિયમ ફોઇલમાં ખોરાક પેક કરવાનું ચલણ બહુ વધી ગયું છે. રેસ્ટોરાંમાંથી પણ કંઇક મગાવીએ તો તે પણ એલ્યુમિનિયમ ફોઇલમાં પેક થઇને આવે છે. પરંતુ એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરેલો ખોરાક પણ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
ખાવાની વસ્તુ પેક કરવા માટે પ્લાસ્ટિકને બદલે સ્ટીલ, માટી, કાંસ્ય અથવા કોપરની બોટલ કે ડબ્બાનો ઉપયોગ કરવો જોઇએ. ઘરનો ખોરાક પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેથી તેને એવી કોઈ વસ્તુમાં પેક ન કરવો જોઇએ જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતો હોય.
જ્યારે ખાવાની વસ્તુ એલ્યુમિનિયમ ફોઇલમાં પેક થાય છે તો ખોરાકમાં તે મટીરિયલની વસ્તુ ઉમેરાઈ જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે આપણે ગરમ વસ્તુઓ પેક કરીએ છીએ. એલ્યુમિનિયમ ફોઇલમાં કેમિકલ રહેલાં હોય છે, જે ગરમ ખોરાક સાથએ સંપર્કમાં આવતા તે ખોરાકમાં ઉમેરાઈ જાય છે. પ્લાસ્ટિકના ડબ્બામાં પણ જીનો એસ્ટ્રોજન નામના જીવલેણ રસાયણો નીકળે છે, જેનાથી શરીરમાં હોર્મનોલ બદલાવ આવે છે. આ રસાયણથી આવેલા શરીરમાં બદલાવને કારણે બાળકોનો વિકાસ અવરોધાય છે.
રસોડાંથી લઇને રેસ્ટોરાંના કિચન સુધી દરેક જગ્યાએ આજે ખાવાનું પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ થવા લાગ્યો છે. જોકે, નિષ્ણાત આ વસ્તુનો ઉપયોગ કરવાની ના પાડે છે કારણ કે, એલ્યુમિનિયમ ફોઇલમાં એલ્યુમિનિયમ કેમિકલ રહેલું છે. તે ખોરાકને ગરમ તો રાખે છે. પરંતુ તેમાં આવેલું આ કેમિકલ તે ખોરાકમાં ભળી જાય છે, જે શરીરમાં પહોંચીને ઝિંકની જગ્યા લઈ લે છે. શરીરમાં ઈન્સ્યુલિન ફંક્શન માટે ઝિંક ખૂબ જરૂરી હોય છે.
ઘણાં સંશોધનમાં જાણવા મળ્યું છે કે એલ્યુમિનિયમ અલ્ઝાઇમરનું કારણ બની શકે છે. દરરોજ એલ્યુમિનયમ ફોઇલના ઉપયોગથી મગજનો વિકાસ અટકે છે. અલેયુમિનિયમ ફોઇલમાં કૂકિંગથી હાડકાં પણ નબળાં થઈ શકે છે. આટલું જ નહીં, એલ્યુમિનિયમ ફોઇલના ઉપયોગથી સેન્ટ્રલ નર્નસ સિસ્ટમ પણ ડેમેજ થઈ શકે છે. તેથી, એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ શક્ય એટલો ટાળવો જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..