સુરત શહેરમાં ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, ખંડણી, આર્મ્સ એક્ટ સહિતના સંખ્યાબંધ ગુનાઓ સાથે આતંક મચાવનાર કુખ્યાત ગાજીપરા ગેંગને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે, ગાજીપરા ગેંગનો મુખ્ય સૂત્રધાર સહીત ૧૦ સામે પોલીસે ગુજસીકોટનો ગુનો દાખલ કર્યો હતો. જે તે સમયે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વિપુલ ગાજીપરા સહીત કુલ સાત આરોપીને ઝડપી પાડ્યા હતા. જયારે ગેંગનોકુખ્યાત આરોપી અલ્તાફ પટેલ સહીત ત્રણ નાસતા ફરતા હતા. જોકે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ગતરોજ હિમાચલ પ્રદેશમાંથી અલ્તાફને ઝડપી લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સુરત શહેરમાં ગાજીપરા ગેંગે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવામાં છેલ્લા ૧૦ વર્ષથી સતત આતંક મચાવ્યો હતો. શહેરમાં ગાજીપરા ગેંગના મુખ્ય સૂત્રધાર વિપુલ ગાજીપરા તથા ડેનિશએ આખી ગેંગનું પોતાનું નેટવર્ક ઉભુ કર્યું હતું અને શહેરમાં વ્યથા, મહાવ્યથા, ખુન, ખુનની કોશીષ, અપહરણ, લૂંટ, ખંડણી ગુનાહિત ધમકી, તથા આર્મસ એકટ સહિતના સંખ્યાબંધ ગુનાઓ આચાર્ય હતા. જેથી આખરે જે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગેંગના મુખ્ય સૂરાધાર વિપુલ ડાહ્યાભાઇ ગાજીપરા, ડેનીશ ઉર્ફે નાનો ઉર્ફે ડેનીયો રમેશચંદ્ર બિલાડાવાળા (ખત્રી), અલ્તાફ ગફુરભાઇ પટેલ, અંકિતકુમાર ઉર્ફે ડોકટર કરમવીરસીંગ, શશાંકસિંહ ઉર્ફે મોહિત વિશ્વપ્રતાપસિંહ સિંહ, ઉજવલદીપ ઉર્ફ યુડી બ્રિજમોહનસીંગ (રાજપૂત), અર્જુનકુમાર ઉર્ફે અરવિંદ સતનારાયણ પાંડે, કપિલકુમાર ઉર્ફે પોપીન ઉર્ફે ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે કપિલ વકીલ મામચંદ, આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ ઐયુબખાન ઝોજા (પઠાણ) અને મોહમદ અલીયાસ મોહંમદ બીલાલ કાપડીયા સામે ગુજસીકોટ નો ગુનો નોંધ્યો હતો. જે તે સમયે પોલીસે અલ્તાફ પટેલ, આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ, અંકિતકુમાર ઉર્ફે ડોકટર સિવાય તમામ ને ઝડપી પડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
જો કે આ ત્રણે ય નાસતાફરતા હોવાના કારણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ત્રણેય આરોપીને ઝડપી પાડવા માટે સતત પ્રયાસ કરતી હતી. ત્યારે ગતરોજ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે હમાચલ પ્રદેશના કુલ્લ જીલ્લામાં આવેલ પુલગા ગામ પાર્વતી વેલી ખાતે નાસતા ફરતા ત્રણ આરોપીઓ પૈકી અલ્તાફ અહીં છુપાયેલો છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટિમ ત્યાં પહોંચી અલ્તાફ ગફુરભાઇ પટેલને ઝડપી પાડી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અલ્તાફે ૨૦૦૩ના અરસામાં અમેરિકન લેડીઝના મર્ડરના ગુનામાં થાણે ખાતે સેન્ટ્રલ જેલમાં ગયો હતો.
૨૦૦૭ના અરસામા આરોપી લંડન ખાતે ફજી પાસપોર્ટના ગુનામાં ૬ મહીના જેલની સજા થતા તેને લંડન થી ડિપોટ કર્યો હતો. ૨૦૦૮ ના અરસામા દ્રઝમ અમદાવાદ દ્વારા વડોદરા જીલ્લાના જાંબુવા ખાતેથી આશરે દોઢ કીલો જેટલા એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે રીચમચ બ્રિટીશ કોલંબીયા કેનેડાના આરોપી ક્ષી જીગ ફેગ ઉર્ફે રિચાસ નામના ઇસમની ધરપકડ બેંક દ્વારા કરવામા આવેલ હતી. તે આરોપીને ૨૦૧૧ ના અરસામાં આરોપી અલતાફ પટેલે સૈયાજી ગંજ હોસ્પીટલ વડોદરા ખાતેથી પોતાની સાથે ભગાડી લઇ જઇ નેપાળ બોર્ડર થી અન્ય દેશમાં ભગાડી ગુનો કર્યો હતો. ૨૦૧૭ ના અરસામા ચકચારી મમ્મુ હાસોટી પર ફાયરીંગના ગુનામાં ધરપકડ થઇ હતી. ૨૦૧૮ ના અરસામાં આરોપીએ પોતાની ધરપકડથી નાસવા માટે પોતાની મર્સિડીજ કાર પુરઝડપે હંકારી કાર વડે પોલીસને કચડી નાખી જાનથી મારી નાખવાનો પ્રયત કર્યો હતો જેમાં નવસારી પો.સ્ટે. ગુનો નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
લાલુ જાલિમ ગેંગનો આશિફ ચીકનો ઝડપાયો
તો શહેરના અમરોલી વિસ્તારમાં સૌથી વધુ આતંક મચાવનાર અને આખા શહેરમાં સુલેહ શાંતિ વિરૂધ્ધના, વ્યથા, મહાવ્યથા, ખુન, ખુનની કોશીષ, અપહરણ જેવા શરીર સબંધી, લુંટ, ખંડણી, ગુનાહિત ધમકી, અપમાન, ત્રાસ તથા આર્મસ એક્ટ અને એટ્રોસીટી એક્ટ સહિતના ગુનાઓમાં પંકાયેલી લાલુ જાલિમ ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુજસીકોટનો ગુનો નોંધ્યો હતો. જેમાં લાલુ જાલિમ સહીત ૧૦આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે તે સમયે પોલીસે લાલુ જાલિમ સહીત કુલ નવ આરોપીઓને ઝડપી લીધા હતા. જયારે લાલુ જાલિમનો સૌથી નજીકનો સાગરીત આશીફ ફરાર હતો. ગતરોજ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે.
સુરત શહેરમાં સુલેહ શાંતિ વિરૂધ્ધ, વ્યથા, મહાવ્યથા, ખુન, ખુનની કોશીષ, અપહરણ, શરીર સબંધી, લુંટ, ખંડણી, ગુનાહિત ધમકી, અપમાન, ત્રાસ, આર્મસ એકટ અને એટ્રોસીટી સહીત અનેક ગુનાઓમાં અમરોલીની લાલુ જાલિમ ગેંગનો શહેરમાં ખોફ હતો. જેથી આખરે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુજરાત સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃતિ તથા ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતાં ગુર્નેગારોને અંકુશમાં લેવાધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓગ નાઈઝ ક્રાઈમ (ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ) એકટ ૨૦૧૫ ની અમલવારી કરી સુરત શહેરમાં લાલુ જાલીમ ગેંગ તરીકે કુખ્યાત ટોળકીનો સાગરીતો સામે ગુનો નોંધ્યો હતો. ક્રાઇમબ્રાંચમાં લાલુ જાલીમ ગંગ સામે ૨૯/૧૨/૨૦૨૦ના રોજ ગુજસીકોટનો ગુનો નોંધ્યા બાદ પોલીસે જગદિશ ઉર્ફે ભાઉ ચોટલી કરશનભાઇ કંટારીયા, નિલેશ ઉર્ફે મીયો દિલીપભાઇ અવચીતે, શિવમ ઉર્ફે ફેનીલ ઉર્ફે રાજાસિંહ અમરસિંહ રાજપુત, રવિ ઉર્ફે ધાનું શાલીગ્રામ સીતારામ શીદે, નયન ઉર્ફે વાંકો વસંતભાઇ બારોટ, શૈલેન્દ્ર ઉર્ફે શાહરૂખ કલ્લન શર્મા, અમીત ઉર્ફે લાલુ જાલીમ મહેન્દ્રસીંગ રાજપૂત, નિકુંજ ઉમેશ ચૌહાણ અને દિપક જોગીન્દર જયસ્વાલની ધરપકડ કરી હતી. જો કે લોલુ જાલિમનો સૌથી નિકટનો ગણાતો સાગરિત આશિષ ઉર્ફે ચીકનો ઉમાશંકર પાડે ફરાર હતો.
આસિફને પકડી પાડવા માટે સુરત શહેર ક્રાઇમબ્રાંચની ટીમ છેલ્લા ૯ મહિનાથી સતત પ્રયતશીલ હતી. જોકે આ દરમિયાન ગતરોજ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે આશિષ ઉર્ફ ચીકનો ઉમાશંકર પાંડે હાલમાં ઉત્તરપ્રદેશ અલ્હાબાદ જીલ્લામાં આવેલ મહુલી ગામમાં ચોરીછૂપીથી રહે છે. તે દિવસમાં બે થી ત્રણ વાર તેના ગામની બહાર આંટાફેરા મારવા માટે આવે છે. જેથી તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વોચ ગોઠવી આરોપી આશિષ ઉર્ફે ચીકનો – ઉમાશંકર પાંડ તેના ગામની બહાર આવતા કોર્ડન કરી મહુલીગામ બહાર રોડ ઉપરથી ઝડપી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉત્તરપ્રદેશથી ઝડપી પાડેલા આશીફ ઉર્ફે ચીકના સામે સુરત શહેર, સુરત જિલ્લો તથા તાપી જિલ્લામાં કુલ ૨૭ ગુનાઓ નોંધાયા છે. જે પૈકી ૧૮ ગુના માત્ર અમરોલી પોલીસ મથકમાં નોંધાયા છે. અગાઉ આશીફને ત્રણ વાર પાસા પણ કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..