ઘરે જ બનાવી શકશો આલુ સેવ, આ રહી સહેલી રીત, જાણો અને શેર કરો

ઘણા લોકોને હરતા ફરતા કઇક ખાવાની ટેવ હોય છે. ત્યારે આજે અમે તમારા માટે એક બેસ્ટ રેસીપી લઇને આવ્યા છીએ. જે તમે ઘરે પણ બનાવી શકો છો. ખાસ કરીને લોકોને આલુ સેવ પસંદ હોય છે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય…

સામગ્રી

  • ૨ મીડીયમ – બટેટા બાફેલા
  • ૧ બાઉલ – ચણાનો લોટ
  • ૧ ચમચી – ચોખાનો લોટ
  • ૧ ચપટી – હિંગ
  • ૧ ચમચી – હળદર
  • ૧ / ૨ ચમચી – મરચું પાવડર
  • ૧ ચમચી – આમચૂર પાવડર
  • ૨ ચમચી – ચાટ મસાલો
  • તળવા માટે – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકાને છાલ ઉતારી ખમણી લો. હવે તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, સ્વાદાનુસાર મીઠું, હીંગ, હળદર, મરચું પાવડર, આમચૂર પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. તે પછી તેમા થોડુંક તેલ ઉમેરીને મિક્સ કરી લો. હવે લોટને સંચામાં ભરો. તે બાદ કઢાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સેવ પાડીને મીડીયમ ગેસ પર તળવી. હવે તેને એક પ્લેટમાં નીકાળીને ચાટ મસાલો છાંટી લો અને હલાવી લો. તૈયાર છે આલુ સેવ…

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો