લીમડો (Neem) ભલે સ્વાદમાં કડવો હોય પરંતુ તેનાથી થતાં ફાયદા અમૃતની જેવા હોય છે. હવે વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોની એક ટીમ એ વાત વિશે તપાસ કરી રહી છે કે શું લીમડાના પત્તા કોરોના વાયરસ (Coronavirus)ને અટકાવી શકે છે. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)એ જાહેરાત કરી છે કે આ વાતને લઈ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે કે કોરોના સામે લડવામાં લીમડો કેટલો કારગર છે. તેના માટે AIIAએ નિસર્ગ હર્બ્સ નામની કંપની સાથે હાથ મેળવ્યા છે. હરિયાણામાં ફરીદાબાદની ESIC હૉસ્પિટલમાં તેનો હ્યૂમન ટ્રાયલ હાથ ધરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
AIIAના ડિરેક્ટર ડો.તનુજા નેસારી આ સંશોધનનો મુખ્ય પરીક્ષણકર્તા રહેશે. તેમની સાથે ESIC હોસ્પિટલના ડીન ડૉ.અસીમ સેન પણ રહેશે. આ ટીમમાં AIIA અને ESICના વધુ 6 ડોકટરો સામેલ થશે.
લીમડાની ટેબલેટનું 250 લોકો પર પરીક્ષણ કરાશે
આ ટીમ 250 લોકો પર પરીક્ષણ કરશે કે લીમડાનું તત્વ કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં કેટલો કારગર છે. આ રિસર્ચમાં મુખ્યત્વે જાણી શકાશે કે આ રોગથી કોરોના દર્દીઓના સંપર્કમાં આવતા લોકોને લીમડાની કેપ્સ્યુલ્સ કેટલી અસરકારક છે.
2 મહિનાથી વધુ પ્રક્રિયા ચાલશે
આ પરીક્ષણ માટે જે લોકો પર કેપ્સ્યુલનું પરીક્ષણ કરવામાં આવશે તે લોકોની પસંદગી શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં 125 લોકોને લીમડાની કેપ્સ્યુલ આપવામાં આવશે, જ્યારે 125 લોકોને ખાલી કેપ્સ્યૂલ ખાવા માટે આપવામાં આવશે. આ પ્રક્રિયા 28 દિવસ સુધી ચાલશે. ત્યારબાદ દર્દીઓની 28 દિવસ સુધી તપાસ કરવામાં આવશે અને દવાઓની અસરને સમજાશે.
લીમડાની ગુણકારી તાકત પર ભરોસો
નિસર્ગ બાયોટેકના સંસ્થાપક અને સીઈઓ ગિરીશ સોમાને કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેમની દવા કોરોના નિવારણમાં અસરકારક એન્ટિવાયરલ દવા સાબિત થશે.
અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનને આધુનિક રીતે આયુર્વેદ પર શોધ કરવા માટે ઓળખવામાં આવે છે. આપણો લીમડો એક પ્રભાવી એન્ટીવાયરલ સાબિત થશે અને આપણે તેને એક માન્ય દવાના રૂપમાં રજૂ કરવા માટે વધુ શોધ માટે ફંડીંગ વિશે પ્રયાસ કરી રહ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..