પૂણેમાં મૃત હાલતમાં મળ્યું અમદાવાદનું પટેલ ફેમિલી, આત્મહત્યાની સંભાવના

અમદાવાદઃ 18 જાન્યુઆરીની રાત્રે પૂણેના બનેર-પાશન લિંક રોડ ખાતે આવેલી હાઉસિંગ સોસાયટીના બીજા માળે એક ફલેટમાં 34 વર્ષીય સોફટવેર એન્જિનિયર પત્ની સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ફેમિલી મૂળ અમદાવાદનું છે. આ દંપતિએ 4 વર્ષના દિકરા નક્ષનું બીમારીને કારણે મોત થવાથી આત્મહત્યા કરી હોય એવી સંભાવના છે.

દિકરાના મોતથી સુસાઈડ કર્યું હોય શકે

પોલીસે જણાવ્યા મુજબ, પોતાના ચાર વર્ષના બીમાર દીકરા નક્ષનું મૃત્યુ થવાને કારણે જયેશ પટેલ અને તેની પત્ની ભૂમિકા(30 વર્ષ)એ આત્મહત્યા કરી હોય શકે છે. ઉલ્લેખનીય છે કે જયેશ છેલ્લા બે વર્ષથી યેરવાડાની એક સોફટવેર કંપનીમાં કામ કરતો હતો. ચાર મહિના પહેલા જ આ પરિવાર પોતાના ફલેટમાં શિફટ થયો હતો.

16 જાન્યુઆરીએ દિકરાને લઈ ગયા હતા હોસ્પિટલ

સીનિયર ઈન્સપેકટર દયાનંદ ધોમેએ જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર જયેશ પટેલ અને તેની પત્નીનું મોત છત પર લટકી જવાને કારણે થયું છે. પરંતુ સ્થાનિકો મુજબ, મંગળવારના રોજ ભૂમિકા દિકરા નક્ષને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. પરંતુ બાળકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી નથી શકાયું.

મોતના બે દિવસ પહેલા નહોતો મિત્રોના સંપર્કમાં

ઘટનાના બે દિવસ પહેલાથી જયેશ પોતાના મિત્રો અને સાથીઓના સંપર્કમાં નહોતો. તે તેમના ફોન અને મેસેજીસનો પણ જવાબ આપતો નહોતો. સોસાયટીના રહીશના જણાવ્યા મુજબ, ગુરુવારે સવારે જયેશના મિત્રો તેના ફલેટ પર આવ્યા હતા. તેણે જોયું કે દરવાજો અંદરથી લોક છે અને બે દિવસના ન્યૂઝપેપર પણ બહાર જ પડ્યા હતા.

મળી આવ્યા છત પર લટકતા

તેના મિત્રો દિવસમાં બે-ત્રણ વાર આવ્યા. જયારે તેમને સાંજ સુધી કોઈ રિસ્પોન્સ ન મળ્યો, ત્યારે તેમણે સોસાયટીના ચેરમેનનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાસિક્યુરિટી ગાર્ડ પહેલા માળના ફલેટની બાલકની પરથી જયેશના ફલેટમાં પ્રવેશ્યો ત્યારે જયેશ દોરડા સાથે લટકેલો હતો અને તેની પત્ની અને દિકરાના મૃતદેહ પલંગ પર પડ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી નથી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર