અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી અને એરહોસ્ટેસનો અભ્યાસ કરી નોકરીની શોધમાં રહેલી એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ યુવતીને પિતા સાથે ઝઘડો થતા તે તેની બહેનપણીને ત્યાં રહેવા લાગી હતી. બહેનપણીના ભાઈનો મિત્ર ત્યાં અવર જવર કરતો હતો. આ દરમિયાન બંને એકબીજા ના પ્રેમમાં પડયા હતા. બાદમાં યુવતીએ આ યુવક સાથે ફુલહાર કર્યા હતા અને બંને સાથે રહેતા હતા પણ અણબનાવ બનતા યુવતી તેની સાથે રહેવા માગતી ન હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
યુવતી પિયર આવી જતા યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફોટો મુકવાનું શરૂ કરી સાથે રહેવા દબાણ કર્યું હતું. બાદમાં યુવતીના અન્ય જગ્યાએ લગ્ન પણ થઈ ગયા હતાં. ત્યારે રિક્ષામાં જઈ રહેલી યુવતીને આ શખ્સ અપહરણ કરી રાજસ્થાન લઈ ગયો હતો અને એક જગ્યાએ રાખી બાંધીને માર મારી બળાત્કાર ગુજાર્યો હતો. સમગ્ર મામલે યુવતીને નારોલ અને રાજસ્થાન પોલીસે હેમખેમ મુક્ત કરાવી આરોપીની ધરપકડ કરી છે.
મૂળ પેટલાદની અને હાલ વટવા કેનાલ પાસે રહેતી 21 વર્ષની યુવતીએ છ માસ પહેલા એર હોસ્ટેસનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને હાલ અલગ અલગ એરલાઇન્સમાં ઇન્ટરવ્યૂ આપી નોકરીની શોધમાં છે. વર્ષ 2021માં યુવતીને અભ્યાસ અને નોકરી બાબતે પિતા સાથે ઝઘડો થતા પિતાએ ઠપકો આપતા વસ્ત્રાલ તેની બહેનપણીના ઘરે રહેવા જતી રહી હતી. ત્યાં બહેનપણીના ભાઈને મળવા આવતા ધર્મેન્દ્ર ઉર્ફે ધમાના સંપર્કમાં યુવતી આવી હતી. માતા પિતા પર ગુસ્સો હોવાથી યુવતી તેના પ્રેમમાં પડી હતી.
બાદમાં ધર્મેન્દ્રની બહેનના ઘરે ગયા હતા જ્યાં શ્રીફળ મૂકી લગ્ન કરી લીધા હતાં. ધર્મેન્દ્ર સાથે યુવતી ભાડે રહેતી હતી અને બાદમાં રાજસ્થાન ધમાના મા બાપને મળવા ગઈ અને પરત તેના માતા પિતાને મળવા આવી હતી. જ્યાં 10 દિવસ બને રોકાયા અને ઝઘડા થતા ફરી કોઈ બહેનપણીના ઘરે તે રહેવા જતા તેના પિતાને જાણ કરાઈ હતી.
ધર્મેન્દ્રના સ્વભાવથી આ યુવતી કંટાળી ગઈ હતી જેથી તેને છોડવા માંગતી હતી. પણ ધર્મેન્દ્ર યુવતીના માતા પિતાને રહેવા મોકલવા દબાણ કરી ઇન્સ્ટાગ્રામ પર ફોટો મુકી પરેશાન કરતો હતો. યુવતીએ ઓઢવમાં આ બાબતે અરજી પણ કરી હતી. યુવતીએ કાયદેસરના લગ્ન ન કર્યા હોવાથી બાપુનગરના એક યુવક સાથે આ યુવતીના લગ્ન કરાવી દીધા હતા.
થોડા દિવસ પહેલા ઓળખીતા ના ત્યાં યુવતી જતી હતી ત્યારે રિક્ષા પાસે ધર્મેન્દ્ર આવી ગયો અને મણિનગર કોઈ ઓફિસમાં ચપ્પાની અણીએ લઈ ગયો જ્યાં ટોર્ચર કરી એક વ્યક્તિને કાર લઈને બોલાવી રાજસ્થાન પાલી લઈ ગયો હતો. ડ્રાઈવરે ત્યાં પહોંચી પૈસા માંગતા ધર્મેન્દ્રએ યુવતીની સોનાની વિંટી કાઢી આપી દીધી હતી. ત્યાં એક જગ્યાએ ગોંધી રાખી ધર્મેન્દ્રએ યુવતીના હાથ પગ બાંધી બે ત્રણ વાર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં યુવતીએ ચાલાકી વાપરી પતિને ફોન કરી જાણ કરતા નારોલ પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક સાધતા પોલીસે યુવતીને હેમખેમ છોડાવી આરોપીની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે યુવતીએ ધર્મેન્દ્ર સામે ફરિયાદ આપતા હવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..