આરોપીની ફરિયાદીનાં ઘરે આવતો જતો હતો જેથી તેની પત્ની સાથે આંખો મળી ગયેલ અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઇ ગયો હતોઆ વાતની જાણ ફરિયાદીને 2 મહિના પહેલા થતા ફરિયાદીએ કૌશલને ઘરે બોલાવીને ઠપકો આપ્યો હતો અને જેતે સમય આરોપીએ ફરિયાદી સાથે બબાલ પણ કરી હતી.
આમ તો પતિ,પત્ની અને પ્રેમીની કહાનીઓ આપે ઘણી વાંચી છે અને કદાચ જોઇ પણ હશે. પણ અમદાવાદનાં વાસણા વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી જે અન્ય લોકો માટે વાંચવા જેવું છે. વાસણા વિસ્તારમાં એક વ્યક્તિએ ફરિયાદ દાખલ કરાવી છે અને ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો હાલ વાસણામાં રહેતા અને પેહલા લાંભા વિસ્તારમાં રહેતા રમેશ ભાઈ (નામ બદલ્યું છે) ના 6 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયા હતાં.
આ લગ્નથી તેમને એક બાળક પણ છે. બન્ને પેહલા સરખેજમાં રહેતા હતા પરંતુ ત્યાં ન ફાવતા તે લોકો અમદાવાદના લાંભા વિસ્તારમાં રહેવા માટે આવી ગયા હતા. એક વર્ષ પહેલાં ફરિયાદીનું લાંભા વિસ્તારમાં રહેતા કૌશલ ઉર્ફે લલ્લા સાથે મિત્રતા થઈ ગયેલ અને થોડા દિવસો બાદ તે ફરિયાદીનાં ઘરે પણ આવતો જતો થઈ ગયો હતો.
આરોપીની ફરિયાદીનાં ઘરે આવતો જતો હતો જેથી તેની પત્ની સાથે આંખો મળી ગયેલ અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઇ ગયો હતોઆ વાતની જાણ ફરિયાદીને 2 મહિના પહેલા થતા ફરિયાદીએ કૌશલને ઘરે બોલાવીને ઠપકો આપ્યો હતો અને જેતે સમય આરોપીએ ફરિયાદી સાથે બબાલ પણ કરી હતી. અને તેણે આ મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફરિયાદી વાસણા વિસ્તારમાં રહેવા માટે આવી ગયો હતો.
ગત 7 માર્ચનાં રોજ ફરિયાદી વાસણા વિસ્તારમાં ફરી રહ્યો હતો ત્યારે કૌશલ અને તેની પત્ની એક રીક્ષામાં બેઠા હતા ત્યારે ફરિયાદીએ આરોપીને કહ્યું કે મારી પત્ની સાથે કેમ ફરે છે જે વાત સાંભળી આરોપી ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગંદી ગાળો બોલવા લાગેલ અને મારી અને પાયલ(નામ બદલ્યું છે) વચ્ચે આવીશ તો જાનથી મારી નાખીશ.
આ ઘટના વધુ ઉગ્ર બનતા અન્ય લોકો વચ્ચે પડતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો અને ફરિયાદીની પત્ની તેના કહ્યામાં નથી અને આરોપી પણ તેની પત્ની સાથે લગ્ન કરવાની વાત કરતો હતો જેને કારણે ફરિયાદી દુખી થઇ ગયો હતો.
ફરિયાદીએ ગત 9 માર્ચના રોજ એસિડનું 2-4 ઘુટ પી જતા હાલત બગડી ગઈ હતી અને જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને હાલ સારવાર ચાલે છે. પોલીસે 323,294(બી) અને 506(2) મુજબની કલમ હેઠળ ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..