એક તરફ લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરો પોતાના વતન જવા માટે આતુર છે ત્યારે કેટલાક લોકો આવી કપરી સ્થિતિમાં પણ માનવતા ભૂલીને આ ગરીબ મજૂરો સાથે છેતરપિંડી કરીને તેમને લૂંટી રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં યુપી અને બિહાર જવા માગતા મજૂરો પાસેથી 3 લોકોએ ડુપ્લીકેટ ટોકન બનાવી ટોકન દીઢ 1000 રૂપિયા લઈને છેતરપિંડી આચરી હતી. આ મામલે રામોલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જાણવા મળ્યા મુજબ, સરસપુરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભાડું વસુલી રજિસ્ટ્રેશન ટોકન આપવામાં આવતું હતું. 3 ગઠીયાઓએ આ ટોકન પરથી ડુપ્લીકેટ ટોકન બનાવી શ્રમિકો પાસેથી 1000-1000 રૂપિયા પડાવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ ત્રણે શખસો ભારત વિકાસ પરિષદમાં કાર્યકર્તા તરીકે જ કામ કરતા હતા. આ શખસોએ ટોકનનો ફોટો પાડી, સ્કેન કરી અને પ્રિન્ટ કાઢી લેતા હતા અને પછી મજૂરોને 1000 રૂપિયામાં વેચતા હતા.
ભારત વિકાસ પરિષદ દ્વારા ગત 15 તારીખે યુપી જવા કુલ 6 ટ્રેન માટે 9 હજારથી વધુ રજીસ્ટ્રેશન કરાયા હતા. જેમાંથી લગભગ 350 જેટલા શ્રમિકો બાકી રહી ગયા હતા, જે 16મીએ જવાના હતા. પરંતુ તેમને અપાયેલી ટોકનનો રંગ અલગ જણાયો હતો. પૂછપરછમાં એક મજૂરે પોતે નિકોલમાં રહેતા સંજય મિશ્રા નામના શખસ પાસેથી 1000 રૂપિયામાં ટોકન ખરીદ્યાનું જણાવ્યું હતું. સંજયની પૂછપરછ કરાતા તેણે નિકોલમાં જ રહેતા આદિત્ય શુક્લા અને ઓઢવમાં રહેતા અશોકસિંહ રાજપૂત પાસેથી 750 રૂપિયાના ભાવે ટોકન ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું. જેના પર તે 250 રૂપિયા કમિશન ચડાવી મજૂરોને વેચતો હતો. રામોલ પોલીસે મજૂરોને ડુપ્લીકેટ ટોકન આપી છેતરપિંડી કરનારા આ ત્રણેય શખસોની ધરપકડ કરી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..