પાલડીની સિદ્ધાર્થ સોસાયટીમાં એક ગાંધી પરિવાર એવો છે જેમાં 9 મહિનાની બાળકીથી લઈ 96 વર્ષના દાદી સુધીના 17 સભ્યો સાથે રહે છે. ત્રણ ભાઈ, તેમની પત્ની, ત્રણેયના એક-એક દીકરા, પુત્રવધુ અને બાળકો પાંચ માળના 6 ફ્લેટમાં સાથે જ રહે છે. પરિવારના મોભી કાંતાબા ગાંધીના 1956ના જૂના મકાનને તોડીને 2015માં પાંચ માળનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું.
પહેલા માળે ત્રણેય ભાઈના 1 બીએચકેના ત્રણ ફ્લેટ છે, બીજા, ત્રીજા અને ચોથા માળે 4 બીએચકેના ત્રણ ફ્લેટ છે. દરેક ભાઈના પરિવારનું રસોડું અલગ છે પણ ઘરવખરીથી માંડી પેટ્રોલ, મોજશોખ કે ડોક્ટરનું બિલ સહિયારું ભોગવવામાં આવે છે. ટીવી કે મોબાઈલ જેવી વસ્તુ ખરીદવામાં આવે તો એક નહીં પણ દરેકના પરિવાર માટે ખરીદાય છે. એક પરિવાર હોટેલમાં જમવા જાય કે વિદેશ ફરવા જાય તો પણ ખર્ચ તો સહિયારો જ ગણવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
એક ભાઈના ઘરમાં મિષ્ટાન બને તો બધાને વહેંચાય, બધાના ઘરમાં એક સરખી વસ્તુ અને ખરીદી પણ સરખી જ થાય
કાંતાબાના પૌત્ર મનીષ ગાંધીનું કહેવું છે કે, પાંચેય ફ્લેટ બાના નામે છે. વારસદાર તરીકે કોઈનું નામ નથી. પરિવાર વિસ્તરતા દરેકને અલગ બેડરૂમ મળી રહે તે માટે જ ફ્લેટ બનાવ્યા છે. બાકી બધું સહિયારું છે. પરિવાર તમામ તહેવાર એક સાથે જ ઉજવે છે. એક ઘરમાં કંઈક મિષ્ટાન બને તો વહેંચાય છે. ત્રણે ઘરમાં એ જ રીતે એક ઘરમાં વસ્તુ આવે તો બીજું ઘર બાકાત રહેતું નથી. ચારેય પેઢીનો બિઝનેસ પણ સાથે જ છે. ફ્લેટના પાંચમા માળે અડધા ભાગમાં જીમ અને હોમ થિયેટર બનાવવામાં આવ્યું છે.
ઘરના દરેક સભ્યને પેટ્રોલની કૂપન આપી દેવાય છે, કરિયાણું હોય કે ડોક્ટરનું બિલ વર્ષે સહિયારો હિસાબ થાય
પરિવારમાં 4 કાર અને 12 ટુ-વ્હીલર છે. તમામ વાહનોના નંબર પણ એક સરખા છે. ઘરવખરી ઉપરાંત કરિયાણું પણ એક જ દુકાનેથી સાથે જ ખરીદવામાં આવે છે અને તેનું વાર્ષિક બિલ બને છે. વાહનમાં પેટ્રોલ પૂરાવવા માટે દરેક પરિવારને પેટ્રોલ પંપની કૂપન આપવામાં આવી છે.
ગાંધી પરિવારની ચાર પેઢીએ મોટું કુટુંબ સુખી કુટુંબનો અનોખો સંદેશ આપ્યો છે.
બીજા, ત્રીજા અને ચોથા માળે ભાઈઓના 4BHKના ફ્લેટ
આ 5 માળનો લિફ્ટ ધરાવતો ફ્લેટ માત્ર 96 વર્ષના કાંતાબેનના નામે છે. જેમાં દરેક ફ્લોર, પાર્કિંગ અને કમ્પાઉન્ડમાં સીસીટીવી લગાવેલા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ તથા પહેલા માળે ત્રણેય ભાઇને ફેમિલિના 1 બીએચકે ફ્લેટ તેમના ઘરે આવતા મહેમાનો તથા મહારાજ સાહેબના ઉતારા માટે બનાવ્યા છે. જ્યારે બીજા, ત્રીજા અને ચોથા માળે ત્રણેય ભાઇઓના પરિવાર માટે 4 બીએચકેના લક્ઝુરિયસ ફ્લેટ છે. જેમાં તમામનું ફિક્સ ફર્નિચર સરખું છે. તમામ ભાઇઓનું ફર્નિચર તેમની પસંદનું બનાવવામાં આવ્યું છે. જોકે તેનો ખર્ચ પણ સહિયારો જ કરાયો છે. કોઈપણ ખરીદી હોય કે મેડિકલ સહિતનો ખર્ચ હોય ઘરના મોભી પ્રમોદભાઈ જ બીલ ચૂકવે છે. ખર્ચ કે આવકમાં કોઈપણ પ્રકારના ભાગલા પાડવામાં આવતા નથી.
ફ્લેટમાં 12 તાળાં પણ એક જ ચાવીથી ખૂલે, દરેક પાસે ચાવી
નવાઇની વાત એ છે કે આ પરિવારની ચાર પેઢીમાં મોટી પુત્રવધુ મિથુન રાશિની છે. તમામનું નામ ક પરથી જ શરૂ થાય છે. કાંતાબેન ગાંધીના મોટા પુત્રવધુ કૈલાસબેન ગાંધી અને તેમના પૌત્રવધુનું નામ કલ્કીબેન છે. ત્રણ પેઢી સુધી શરીર પરનું લાખુ પણ વારસાગત છે. ત્રણ પેઢીના સભ્યોની પીઠ પર આ લાખુ એક સરખું જોવા મળે છે. પરિવારે નિર્માણ કરેલા પાંચ માળના ફ્લેટમાં કુલ 12 તાળા છે. તમામ તાળા એક ચાવીથી ખૂલે છે અને પરિવારના બધા સભ્યો પાસે એક-એક ચાવી રહે છે. એક ભાઈઅે બીજા ભાઈનું ઘર ખોલ્યું એવો કોઈ વિવાદ નથી. આખા ફ્લેટમાં એક જીમ સહિત 7 રસોડા પણ બનાવવામાં આવ્યા છે. પાપડ કે અથાણાં જેવી વસ્તુ દરેક પરિવાર માટે એક સાથે જ બનાવવામાં આવે છે. ક્યારેય કોઈ પ્રકારનો વિવાદ થતો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.