અમદાવાદમાં એક યુવતીને લગ્નની લાલચ આપીને યુવકે તેની શારીરિક સંબંધો બાંધ્યા હતા. લીવ ઈન રિલેશનશીપમાં (Live in relationship) રહેતી યુવતીને લગ્નના વાયદા જ મળતાં મનમાં લાગી આવ્યું હતું અને તેણે દવાઓ પીને હાથમાં બ્લેડ વડે કાપા માર્યા હતા. આ અંગે જાણ થતાં યુવતીને સિવિલ હોસ્પિટલમાં (civil hospital) દાખલ કરી હતી. અને પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.
મૂળ મુંબઇ (Mumbai) અને ઘાટલોડીયામાં (Ghatalodia) રહેતી એક યુવતીના લગ્ન (marriage) તેના સમાજના એક યુવક સાથે થયા હતા. લગ્ન જીવન (Marriage) દરમિયાન ફરિયાદી યુવતીએ બે સંતાને જન્મ આપ્યો હતો. પરંતુ પતિ સાથે અણબનાવ બનતા તેણે તલાક (Divorce) લીધા હતા. બાદમાં બન્ને સંતાને યુવતી તેના માતા-પિતાના ઘરે મૂકીને અમદાવાદ નોકરી (Job In Ahmedabad) અર્થે આવી હતી. અને આરટીઓ સર્કલ પાસે એક સ્પામાં નોકરી મળી અને તે ભાડાના મકાનમાં ઘાટલોડીયા ખાતે રહેતી હતી.
યુવતી જ્યા નોકરી કરતી હતી ત્યાં સ્પા કરાવવા હાર્દિક પટણી નામનો યુવક અવાર નવાર આવતો હતો. આ દરમ્યાન હાર્દિક સાથે તેને સંપર્ક થયો અને બન્ને એકબીજા સાથે વાતચીત કરતા હતા. થોડા સમયમાં બાદ બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. હાર્દિક અને ફરિયાદી યુવતી લીવ ઇન રીલેશનશીપનો (Live in relationship) કરાર કરાવીને બન્ને જોડે રહેતા હતા. બાદમાં હાર્દિકે લગ્ન કરવાની લાલચ આપીને ફરિયાદી સાથે અવાર નવાર શારિરીક સંબંધ (physical relation) બાંધ્યા હતા.
જેથી યુવતી ઘાટલોડીયાથી ચાંદલોડીયા ખાતે ભાડાનું મકાન રાખીને રહેવા જતી રહી હતી. રવિવારે હાર્દિકે તેને ફોન કરીને જોધપુર ચાર રસ્તા ખાતે મળવા બોલાવી હતી. બાદમાં હાર્દિકે યુવતીને મનાવીને ચાંદલોડીયા ખાતે તેના રુમ પર ગયો હતો. થોડીવાર પછી પરત હાર્દિક તેના ઘરે જતો રહ્યો હતો.
બીજા દિવસ સવારે હાર્દિક યુવતીના રુમ પર આવીને તેણે કહ્યુ કે, મારા ઘરવાળા આપણા લગ્ન નહીં કરાવે આપડે ઘરવાળાને કહ્યા વગર આવતી કાલે કોર્ટમાં લગ્ન કરી લઇશુ તેમ કહીને દુષ્કર્મ આચર્યુ હતુ. સોમવારે પણ સવારે હાર્દિક ફરીથી તેના રુમે આવીને તેણે કહ્યુ કે, મારા માતાપિતા મારા ડોક્યુમેન્ટ આપતા નથી હવે આપડે કાલે મંદીરમાં જઇને લગ્ન કરીશુ તેમ કહીને ફરીથી દુષ્કર્મ આચર્યુ હતુ.
સાંજના સમયે યુવતીએ હાર્દિકને ફોન કરીને પૂછ્યુ કે હાર્દિક તારે મારી સાથે લગ્ન કરવાના છે કે નહીં. જેથી હાર્દિકે કહ્યુ કે, આપણે કાલે લગ્ન કરી લઇશુ તેમ કહીને ફોન કટ કરી દિધો હતો. જેથી યુવતીને મનમાં લાગી આવતા તેણે તાવ-શરદીની 20 દવાઓ પી અને હાથમાં બ્લેડ વડે સાતથી આઠ કાપા મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
બાદમાં તેણે જાતે જ પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કરીને જાણ કરતા પોલીસે તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. આ અંગે યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટણી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..