આમ તો લોકો એવું વિચારતા હોય છે કે પોલીસ માત્ર લોકોને હેરાન જ કરતી હોય છે. અને ગરીબ લોકો રોડ પર ધન્ધો કરે તો તેને હટાવી જુલમ કરતી હોય છે. પણ લોકોની આ માનસિકતા બદલી નાખે એવો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. ચિલ્ડ્રન ડે ના દિવસે એક પોલીસ ઇનસ્પકેટરે રોડ પર જતી ગરીબ બાળકી સાથે ચિલ્ડ્રન ડે મનાવ્યો. આ ગરીબ બાળકીને હોટલનું જમવાનું જમાડી તેને ખુશ કરી દીધી હતી. અધિકારીની આ કામગીરીથી પોલીસની છાપ સુધારવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું છે.
વાત છે અમદાવાદના ઇસનપુર વિસ્તારના ગોવિંદવાડી ની. અગાઉ રાજકારણીઓને લીધે બદલીનો ભોગ બનેલા પોલીસ ઇનસ્પકેટર જે વી રાણાને હાલ કંટ્રોલ રૂમમાં લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. પુત્ર હોવા છતાં તેમણે ચિલ્ડ્રન ડે બહાર ગરીબ બાળકો સાથે મનાવ્યો હતો. ચિલ્ડ્રન ડે ના દિવસે પોલીસ ઇન્સ્પેકટર રાણા ઇસનપુર ગોવિંદવાડી તરફ નીકળ્યા હતા. ત્યારે લોકોને હોટલમાં જમીને આવતા જોઈને પોતે કૈક વિચારી રહી હતી. આ પળ પીઆઇ રાણા જોઈ ગયા હતા. બાદમાં પીઆઈએ રાણા તે બાળકી પાસે ગયા હતા. એનું નામ ઠામ પૂછીને તેને હોટલમાંથી જમવાનું અપાવ્યું હતું. આ જમવાનું જોઈને જ બાળકી એટલી ખુશ થઈ ગઈ હતી કે તે ખુશી જોઈને પીઆઇ એ ગિફ્ટ તરીકે કોઈ વસ્તુઓ પણ અપાવી હતી. અને આ રીતે એક ગરીબ બાળકીને ખુશી આપીને તેમને ચિલ્ડ્રન ડે મનાવ્યો હતો.
પોલીસ ઇન્સ્પેકટર જે વી રાણાએ જણાવ્યું કે ગરીબ બાળકો સાથે આ ચિલ્ડ્રન ડે ઉજવવાનું વિચાર્યું ન હતું. પણ રસ્તામાં ગરીબ બાળકીના મોઢા પર દુઃખ જઈને મેં તેની સાથે થોડી ખુશીની પળો વિતાવી હતી. લોકો ચિલ્ડ્રન ડે ના દિવસે સોશ્યલ મીડિયામાં ફોટો મૂકીને કે બહાર જઈને મનાવતા હોય છે અને આપણે તો આપણા બાળકો સાથે રોજ સારા દિવસો ઉજવતા જ હોઈએ છીએ. પણ આ બાળકો ક્યારે આમ ખુશી મેળવી શકે તે બહુ ઓછા લોકો વિચારે છે.
પોલીસ માટે તો લોકોના મનમાં નેગેટિવ છાપ જ હોય છે કદાચ આનાથી લોકોમાં હકારાત્મક વિચાર આવે તોય ઘણું છે. તેમણે આમ તો આ ઘટનાને સમાચાર ન બનાવવા કહ્યું હતું પણ પોલીસની ખરાબ વાતો જો મીડિયામાં આવતી હોય તો પોલીસની સારી કામગીરી પણ મીડિયા બતાવે તે હેતુ જણાવતા પીઆઇ રાણાએ સંપૂર્ણ વિગતો જણાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..