અમદાવાદ નજીક આવેલા બગોદરામાં પતિ-પત્ની ઔર વોનો કિસ્સો (Pati, Patni aur woh) સામે આવ્યો છે. પતિના પરસ્ત્રી સાથેના સંબંધોની જાણ ફરિયાદીને થતાં જ તેનો વિરોધ કરવો ભારે પડ્યો છે. પરિણીતાએ પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ (Husband affair) રાખવાની મનાઈ કરી તો તેનો પતિ અને સાસરિયાં તેને શારીરિક અને માનસિક (mentally harassment) ત્રાસ આપતા હતા.
બગોદરામાં રહેતી પરિણીતાએ પોલીસ ફરિયાદ (police complaint) દાખલ કરાવી છે કે આજથી ત્રણેક વર્ષ પહેલાં તેનો પતિ ભાયલા ગામ પાસે આવેલ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા તે સમયે તે જ કંપનીમાં કામ કરત મહિલા સાથે તેના આડા સંબંધ હોવાની જાણ પરિણીતાને થઈ હતી.
તેનો પતિ પણ આ મહિલા સાથે રાત દિવસ વાતો કરતો હોવાથી પરિણીતાએ આ નંબર પર ફોન કર્યો હતો. ત્યારે સામે મહિલા એ કહ્યું હતું કે મારે તારા પતી સાથે પ્રેમલગ્ન કરવાના છે. જોકે પરિણીતાએ આ બાબતની જાણ તેના પતિને કરતા તેણે હું તેને ઘરમાં બેસાડવાનો છું, અને તને કાઢી મૂકવાની છે. તેમ કહીને પરિણીતા સાથે મારઝૂડ કરી હતી.
આ બાબતની જાણ પરિણીતાએ તેના સાસરિયાને કરતા તેઓ પણ તેની સાથે ઝઘડો કરીને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. જ્યારે પરિણીતાના પતિને જે સ્ત્રી સાથે આડા સંબંધ હતા તેને કંપનીમાંથી નોકરી પરથી છૂટી કરી દેતા પરિણીતાના પતિ એ પણ રાજીનામું આપી દીધું હતું.
બાદમાં બંને અન્ય કંપનીમાં સાથે નોકરી કરતા હતા. જોકે પરિણીતાના પતિએ તેના સોનાના દાગીના વહેચીને આ મહિલાને રૂપિયા આપ્યા હતા. પરિણીતા આ બાબતથી કંટાળી તેના પિયર જતા રહેતા તેના પતિએ પરસ્ત્રી સાથેના સબંધો તોડી નાખવાની ખાતરી આપી તેને પરત સાસરીમા લઇ ગયો હતો.
પરંતુ ત્યારબાદ પણ આ બાબતને લઇને શારીરિક અને માનસિક ત્રાસ રહેતા અંતે પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસએ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..