અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મહિલા (Married woman) દ્વારા તેના પતિ અને સસરા સામે પોલીસ ફરિયાદ (Police complaint) દાખલ કરવામાં આવી છે. પત્નીએ આરોપ મૂક્યો છે કે તેનો પતિ અન્ય સ્ત્રી સાથે મિટીંગના નામે આખી રાત રેહતો હતો અને પત્ની વાતનો વિરોધ કરે તો ખોટું બોલું વેપારમાં નુકસાન (loss in business) થયેલ છે આપઘાત (suicide) કરવો પડી શકે છે તેવું કહેવા લાગતો હતો.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં રેહતી એક મહિલા જે એક બેંકમાં ક્લાર્ક (Bank Clerk) તરીકે કામ કરે છે અને અને પોતાના 2 બાળકો સાથે છેલ્લા ચાર દિવસથી પોતાના ભાઈ સાથે રહી રહે છે. તેને મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં (Police station) ફરિયાદ દાખલ કરી છે કે તેનો પતિ શેર બજારનું કામ કરે છે અને ફરિયાદીના લગ્ન 2013માં થયા હતા અને લગ્ન જીવનમાં 2 બાળકો પણ થયેલા છે.
વર્ષ 2019માં આરોપી પ્રતીક જે ફરિયાદીના પતિ છે તેની મુલાકાત પાલડીમાં રેહતી એક યુવતી સાથે થયેલ અને આરોપી ફરિયાદીને બહાના કરી આખી રાત તેની સાથે રેહતો હતો અને સવારે પરત આવતો હતો. ફરિયાદી દ્વારા તેના પતિને ટોકવામાં આવતી, તે જણાવતો કે વેપારમાં નુકસાન થયેલ છે અને જેના કારણે મિટિંગ કરવા જઉ છું નહીં તો મારે આપઘાત કરવા પડી શકે છે.
પરંતુ ફરિયાદી ને શંકા જતા મોબાઈલ ચેક કરતા યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળેલ અને જે વાત ફરિયાદી દ્વારા સાસુ સસરાને કહેતા સુધરી જશે તેમ કહેવામાં આવેલા. જોકે આરોપી અવાર નવાર યુવતીને બોમ્બે, ગોવા, ઇન્દોર અને અમૃતસર ફરવા માટે લઈ જતો હતો અને જેમાં સેમિનારનું નામ આપતો હતો.
ફરિયાદીનેએ પણ જાણવા મળેલ કે યુવતી ગર્ભવતી પણ થયેલ અને આરોપીએ ગર્ભપાત પણ કરાવેલો. મહત્વ નું છે કે યુવતી ફરિયાદી ના સાસુ સસરા ને ફોન ઉપર એ વાત પણ કહેલ કે પ્રતીકની પત્ની મરી ગયેલ છે અને હું તેની સાથે લિવ ઈનમાં રહું છે. મહત્વનું છે કે ફરિયાદી ને યુવતીએ મળવા માટે પણ બોલાવેલ અને કહેલ કે હું વિદેશ જતી રહીશ.
જોકે બધી વાત ખોટી સાબિત થઈ અને ફરિયાદીને પણ જાણવા મળેલ કે હાલ યુવતી ગર્ભવતી છે અને ફરિયાદીના સસરાએ પણ દારૂ પીને ગાળો આપી. મહત્વનું છે કે આવજ મહિલા ઉપર અત્યાચારના બીજા 2 કિસ્સા ચાંદખેડા વિસ્તારમાં બનેલ છે અને જે બન્ને ફરિયાદ ચાંદખેડામાં નોંધવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..