અમદાવાદમાં યુવકે પત્ની હોવા છતાં પ્રેમિકા સાથે બીજા લગ્ન કર્યા, સવારે-રાત્રે બે-બે કલાક આવતો ને…

અમદાવાદ શહેરમાં અવાર નવાર પરિણીતા સાથે છેતરપિંડી, શારીરિક-માનસિક ત્રાસ સહિતની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આવો જ એક કેસ અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમા પરિણીતાએ તેના પતિ સામે શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે. આરોપી યુવકે પહેલી પત્નીને છૂટાછેડા આપી દેશે તેમ કહીં યુવતીને ફસાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પણ પતિએ પહેલી પત્નીને ન છોડી અને યુવતી કઈ બોલે તો માર મારતો હતો. પહેલી પત્નીને અલગ રાખી યુવતી સાથે બીજા લગ્ન કરી બે બે પત્નીઓ રાખતો હતો. સમગ્ર મામલે દાણીલીમડા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

દાણીલીમડામાં પરિવાર સાથે રહેતી 24 વર્ષીય યુવતી છેલ્લા 5 વર્ષથી પાડોશમાં રહેતા યુવક સાથે પ્રેમમાં હતી. જોકે યુવક પહેલેથી જ પરણિત હતો. થોડા સમય બાદ યુવતીની પણ અન્ય યુવક સાથે સગાઈ થઈ ગઈ હતી. પરંતુ તેના પ્રેમીએ પહેલી પત્નીને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરવાની વાત કરતા યુવતીએ સગાઈ તોડી નાખી હતી. ત્યારબાદ બંનેએ લગ્ન કરી અલગ રહેવા જતા રહ્યા હતા. શરૂઆતમાં બધુ સારું ચાલતું હતું. પરંતુ યુવક હજુ પણ પહેલી પત્નીની સાથે હતો અને તેને છૂટાછેડા પણ આપ્યા ન હતા.

આ બાબતે બંને દંપતિ વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. સમય જતા સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. હવે પત્ની જ્યારે પણ પતિને તેની પહેલી પત્નીને છૂટાછેડા આપવા માટે કહેતી ત્યારે તેનો પતિ ઉશ્કેરાઈ જતો હતો. અને તેની સાથે મારઝૂડ પર કરવા લાગતો હતો. યુવતીએ તેનો પતિ પહેલી પત્નીને છૂટાછેડા આપી દેશે તેવી આશાથી લગ્ન કર્યા હતા. પરંતુ હવે સામે પતિ ધમકી આપે છે કે, ‘હું તને તલાક આપી દઈશ’.
બીજી પત્ની જ્યારે ઘરે પુરતો સમય આપો તેમ કહેતી તો પતિ તેને જેમ ફાવે તેમ બોલવા લાગતો હતો. બંને વચ્ચેના ઝઘડા જોઈ પાડોશીઓ પણ તેમને સમજાવવા આવતા હતા. પરંતુ તેનો પતિ પાડોશીને પણ જેમ ફાવે તેમ બોલતો હતો.

આટલું જ નહીં પતિ ઘર ચલાવવા માટે ખર્ચો પણ આપતો ન હતો. પરિણીતા બાજુમાંથી જમવાનું લાવીને પેટ ભરતી હતી. યુવતીની માતા-ભાઈને આ વાતની જાણ થતા તેઓએ પણ આવીને પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતા પતિ સતત માનસિક ત્રાસ આપતો હતો. અંતે કંટાળીને પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો