અમદાવાદ શહેરમાં રહેતી એક સગીરાનું કાઉન્સેલિંગ કરી તેને પરિવાર જનોને સોંપી હોવાની ઘટના સામે આવી છે. આ સગીરા ને એક યુવક સાથે પ્રેમ સબન્ધ બંધાયો હતો. બાદમાં પ્રેમીએ અન્ય યુવતીને પ્રેમ કરવાનું શરૂ કરતા આ સગીરા સતત આઘાતમાં રહેતી અને તેના આઘાતમાં તે નશાના રવાડે ચઢી ગઈ હતી. જેથી આ મામલે 181 હેલ્પલાઈનને કોલ મળતા સગીરાનું કાઉન્સેલિંગ કરી તેને બચાવી પરત પરિવારજનોને સોંપી હતી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સગીરાના કાઉન્સેલિંગમાં તેની પાસેથી બ્લેડ મળી આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાજ્ય સરકાર દ્વારા ચાલતી 181 અભયમ હેલ્પલાઇન મહિલાઓ માટે કાઉન્સેલિંગ નું કામ કરે છે. રોજના અનેક કિસ્સા તેઓના ધ્યાને આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો તેઓની ટીમ પાસે આવ્યો હતો. જેમાં કોલમાં જણાવવામાં આવ્યું કે એક પરિવારની સગીર વયની દીકરીને એક યુવક સાથે પ્રેમ થયો હતો. પ્રેમ સબન્ધ માં રહેલી સગીરાને આ પ્રેમીએ છોડી દઈ અન્ય યુવતી સાથે પ્રેમ સબન્ધ બાંધી દીધા હતા. જેથી આ સગીરાને મનમાં લાગી આવ્યું હતું.
નશો કરીને આ સગીરા ઘરના લોકોને હેરાન કરવા લાગી
સગીરાના પ્રેમીએ અન્ય યુવતી સાથે અફેર કરતા સગીરા કેફી દ્રવ્યોના સેવન ન રવાડે ચઢી ગઈ હતી. નશો કરીને આ સગીરા ઘરના લોકોને હેરાન કરવા લાગી હતી. બાદમાં સગીરા મરવાના પ્રયત્નો કરી બ્લેડના ઘા હાથમાં મરવાના પ્રયત્નો કરવા લાગી હતી. જેથી ગભરાઈ ગયેલા પરિવારે 181 અભયમ હેલ્પલાઇન નો સંપર્ક કરતા ટીમે કાઉન્સેલિંગ હાથ ધરી આ સગીરાને સમજાવી હતી.
સગીરા પાસેથી બ્લેડના ટુકડા મળ્યા!
સગીરા પાસેથી બ્લેડના ટુકડા લઈ સગીરાને અનેક કલાકો સુધી કાઉન્સેલિંગ કરી સમજાવતા તે સમજી ગઈ અને હવે આવું નહિ કરે તેવું વચન આપતા અભયમની ટીમે સગીરાને ખુશીથી પરિવારને સોંપી અને એક સગીરાની જિંદગી બચાવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે 181 અભયમ હેલ્પલાઈનને અગાઉ આવા અનેક કોલ મળ્યા હતા. જેમાં યોગ્ય ટિમો દ્વારા કાઉન્સેલિંગ કરી અનેક લોકોની જિંદગી આ ટીમ દ્વારા બચાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..