અમેરિકામાં રહેતા ચિરાગ પટેલે અમદાવાદની કોલેજનું ઋણ ચૂકવ્યું! એચ.એ.કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને ભણવા માટે US બોલાવ્યા

અમદાવાદના અને હાલ અમેરિકામાં રહેતા વિદ્યાર્થીએ અનોખી પહેલ કરી છે. અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલી એચ.એ કોમર્સના પૂર્વ વિદ્યાર્થી ચિરાગ પટેલે પોતાની કોલેજનું ઋણ ચૂકવવા નવો અભિગમ અપનાવ્યો છે.

અમેરિકામાં રહેતા ચિરાગ પટેલની અનોખી પહેલ
અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલી એચ.એ કોમર્સના એક પૂર્વ વિદ્યાર્થી ચિરાગ પટેલ આર્થિક રીતે સદ્ધર થયા બાદ પોતોની કોલેજનું રુણ ચુકવી રહ્યા છે. તેમણે છેલ્લા પાંચ વર્ષમાં કોલેજના 17 વિદ્યાર્થીઓને અમેરિકા અભ્યાસ અર્થે બોલાવ્યા છે. તમામ વિદ્યાર્થીઓની કોલેજ ફીથી લઈ તમામ ખર્ચ ચિરાગ પટેલ ઉઠાવી રહ્યા છે. પોતાની જુની કોલેજના વિદ્યાર્થીઓને અમેરિકામાં અભ્યાસની તક મળે તે હેતુથી છેલ્લા પાંચ વર્ષમાં 6 કરોડ રુપિયા વિદ્યાર્થીઓ પાછળ ખર્ચ્યા છે.

કોણ છે ચિરાગ પટેલ ?
મહત્વનું છે કે ચિરાગ પટેલ અત્યારે અમેરિકામાં ફાર્માસ્યુટીકલ કંપનીના માલિક છે અને તેઓ 1986માં એચ.એ કોમર્સ કોલેજમાં ભણ્યા હતા. તેઓ આ કોલેજમાં બી.કોમ થયા હતા. ત્યારબાદ અમેરિકા સેટ થયા હતા. અમેરિકાના ન્યૂ જર્સી સિટી યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કર્યો હતો. MBAના અભ્યાસ બાદ તેમણે એક ફાર્મા કંપની શરૂ કરી હતી. બાદ આ સરાહનીય કામગીરી કરી છે.

ચિરાગ પટેલનું કહેવું છે કે, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અમેરિકામાં ઉચ્ચ અભ્યાસની તક મળે તે માટે આર્થિક મદદ કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે તેનો મને ગર્વ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો