અમદાવાદની શરમનજક ઘટના! પતિ જ્યારે નોકરીએ જાય ત્યારે ઘરમાં સાસુની હાજરીમાં જ સસરાં પુત્રવધૂ સાથે શારીરિક અડપલાં કરતાં

અમદાવાદ શહેરના (Ahmedabad city news) વાસણા વિસ્તારમાં (vasana news) રહેતી એક પરિણીતાએ તેના સસરા વિરુદ્ધમાં આક્ષેપ કર્યો છે કે તેના પતિની ગેરહાજરીમાં સસરા તેની (father in law molested daughter in law) સાથે શારીરિક અડપલા કરે છે. આ સાથે પરિણીતાએ સાસરિયાં સામે દહેજને (dowry case) લઈને ત્રાસ આપતા હોવાની (married woman complains against in laws) ફરિયાદ પણ કરી છે.

વાસણા વિસ્તારમાં રહેતી પરિણીતાએ વર્ષ 2018માં નિકોલના એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે લગ્નના કેટલાક દિવસ સુધી તેના સાસરિયાંએ તેને સારી રીતે રાખી હતી. બાદમાં દહેજને લઈનેને તેને ત્રાસ આપવાનુ શરૂ કરી દીધું હતું.

એટલું જ નહિ આ પરિણીતાનો આક્ષેપ છે કે જ્યારે તેના પતિ નોકરી એ જતાં ત્યારે તેના સસરા સાસુની હાજરીમાં તેની સાથે શારીરિક અડપલા કરતા હતા. જોકે આ બાબતની જાણ પરિણીતાએ તેના પતિને કહેતા તેના પતિએ તેને અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને આ બાબતની જાણ કોઈને ના કરવા માટે કહેતો હતો.

પરિણીતા એ ટુકડે ટુકડે એક લાખ રૂપિયા તેના પતિને આપ્યા હોવા છતાં દહેજ પેટે તેઓ રૂપિયા દસ લાખની માંગણી કરતા હતા. અને એક દિવસ પરિણીતા ના પતિએ તેના માતા પિતાની હાજરીમાં પરિણીતાનું માથું દીવાલ પર પછાડીને રૂપિયાની માંગણી કરી ઘરમાંથી કાઢી મૂકી હતી.

તેનો પતિ ચારિત્ર્ય પર પણ શંકા કરી રહ્યો હોવાનો આરોપ પરિણીતાએ લગાવ્યો છે. જોકે પરિણીતા એ તેના પતિ સાથે છૂટાછેડાની અરજી પણ કરી છે. જે હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. જ્યારે આ બાબતની ફરિયાદ પરિણીતાએ વાસણા પોલીસમાં નોંધાવતા પોલીસએ ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે અત્યારના આધુનિક યુગમાં પણ દહેજનું દુષણ હજી પણ જોવા મળી રહ્યું છે. દહેજ ભૂખ્યા સાસરીના સભ્યો પરિણીતાઓ ઉપર અત્યાચારની તમામ હદો વટાવતા હોય છે. સાસરીના લોકો પરિણીતાઓને એ હદ સુધી ત્રાસ આપતા હોય છે કે છેવટે પરિણીતાઓ કાંતો પોલીસ સ્ટેશનનું પગથિયું ચડે છે કાંત આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરીને પોતાના જીવનનો અંત લાવી દે છે. ત્યારે વાણસામાં પ્રાકશમાં આવેલી આ ઘટના કહેવાતા ભદ્ર સમાજમાં શરમજનક કહી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો