તમારી સાથે કોઈ અકસ્માત કરી બબાલ કરે તો ધ્યાન રાખજો, અમદાવાદ માથી અકસ્માતના નામે લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ

અઠવાડિયા પહેલા એલિસબ્રિજ વિસ્તારમાં થયેલી આંગડિયા લૂંટનો ભેદ (Angadiya robbery Case) ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) 14 લાખ રોકડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જોકે પુછપરછમાં ખુલાસો થયો કે અન્ય રાજ્યોમાંથી આરોપી બોલાવી લૂંટને અંજામ આપ્યો હતો. જેથી પોલીસની ટીમો (Police Team) અન્ય રાજ્ય મા તપાસ કરી રહી છે.

પાંજરાપોળ પાસે આંગડિયા પેઢીના કર્મચારીને ટાર્ગેટ કરી થયેલી લુંટનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે અજય ઉર્ફે અજુબા ગાગડેકરની ધરપકડ કરી છે. જેની પાસેથી રોકડા ૧૪ લાખ રૂપિયા ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યા છે.. 24 ફેબ્રુઆરી ના રોજ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી ગાડી નો અકસ્માત કર્યાનુ બહાનુ કરી રૂપિયા ૨૮ લાખની લુંટને અંજામ આપ્યો હતો. જે ગુનામા અજય ગાગડેકર ની ધરપકડ કરી ગુનામા ફરાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આરોપી અજય ઉર્ફે અજુબાની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યુ કે, લુંટ માંટે જલગાવથી અજય નામના આરોપી અને તેના બે સાગરીતને બોલાવી લુંટને અંજામ આપ્યો હતો. સાથે જ ગુનો કરવા માટે બાઈક પણ જલગાવ થી આરોપી લાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. ઝડપાયેલા આરોપી અજુબા એ કબુલાત કરી છે કે લુંટ ની રકમ માથી 14 લાખ તેને મળ્યા હતા.

જોકે અન્ય 14 લાખ જલગાવ ના આરોપી સાથે લઈ ગયા છે. જેને ઝડપી લેવા અન્ય 3ટીમો કાર્યરત છે. આંગડિયા લૂંટ ના ગુનામા ઝડપાયેલ આરોપ અજુબા ના ગુનાઈત ઈતીહાસ ની તપાસ કરતા સોલા. એલીસબ્રિજ સહિત 6 જેટલી લુંટ અને ગંભીર ગુનાને અંજામ આપ્યો છે. જેથી પોલીસે આરોપી ની અન્ય ગુના અંગે તપાસ હાથ ધરી છે.. ત્યારે પોલીસ ને શંકા છે કે જલગાવની ગેંગ ઝડપાયા બાદ અન્ય ગુના નો પણ ભેદ ઉકેલાશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વૃદ્ધ દંપતીઓને (old age couple) નિશાન બનાવતી આદિવાસી લૂંટારું ટોળકી (Tribal robber gang) સક્રિય થઇ હોવાનું સામે આવ્યું હતું. જે મામલે રાજકોટ સહિત અનેક જિલ્લાની પોલીસ દ્વારા લૂંટારુ ટોળકીને શોધવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો