વિકાસની ઉતાવળ! અમદાવાદમાં ગાડીઓ હટાવ્યા વગર જ રોડ પર ડામર પાથરી દીધો, કોર્પોરેશનનો અણઘડ વહીવટ સામે આવ્યો

રાજયમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતની નગરપાલિકા અને મહાનગર પાલિકા વિસ્તારમાં રોડ ભૂગર્ભ તેમજ લાઈટ સહિતના કામ ઝડપથી થવા લાગ્યા છે. જોકે આ કામગીરીમાં એટલી ઉતાવળ છે એ વાતનો પુરાવો મહાનગર અમદાવાદમાંથી મળ્યો છે. એક કોન્ટ્રાકટરને રસ્તામાં ઉભેલી કાર પણ હટાવવાનો સમય નથી. અમદાવાદ કોર્પોરેશનના અણઘડ વહીવટનું ચિત્ર સામે આવ્યું છે. માત્ર નાના જિલ્લાઓ જ નહીં મહાનગરમાં પણ વિકાસના કામ રોકેટગતિએ થઈ રહ્યા છે. પણ આ ઉતાવળ ક્યારેય હાસ્ય પ્રેરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદના એક વિસ્તારની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અમદાવાદમાં કોર્પોરેશન તરફથી રૂ. 250 કરોડના ખર્ચે રોડ રસ્તાની કામગીરી મંજુર કરવામાં આવી છે. હાલ પાલિકા જુદા જુદા વિસ્તારમાં રસ્તાનું કામ કરી રહી છે. પણ એમાં કોન્ટ્રાક્ટરને એટલી ઉતાવળ છે કે, એને પાર્ક કરેલી ગાડી દૂર કરવાની રાહ જોયા વગર રસ્તા પર એની આસપાસ ડામર પાથરી દીધો હતો. જોકે આ કામમાં મોટા પાયે લાલીયાવાડી ચાલી રહી છે તેનું ઉદાહરણ જોવા મળ્યું છે. શહેરના સરદાર નગરમાં પોલીસ લાઈનથી એરપોર્ટ દીવાલ પાસે રોડ પર ડામરથી રીસરફેસ કામગીરી થઈ હતી.

જોકે, આ કામગીરીમાં કોઈ પ્રકારનું સુપરવાઈઝિંગ થયું નથી એ સ્પષ્ટ છે. કોન્ટ્રાકટરને એટલી બધી ઉતાવળ હતી કે રસ્તાના સાઈડમાં રહેલી કાર પણ દૂર કરવાની તસ્દી લીધી ન હતી. કાર જ્યાં પડી હતી તેટલી જગ્યા છોડી દઈ ડામર પાથરી દીધો હતો. આ રોડનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ લોકોએ વિકાસ ગાંડો થયો છે. એવી કોમેન્ટ સોશિયલ મીડિયા પર કરી હતી. ગતિશીલ ગુજરાત જેવી કૉમેન્ટ કરી કામગીરી સામે પ્રશ્નો ઊભા કર્યા છે.

કોર્પોરેશનમાં કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાની કામગીરી થાય છે. છતા સુપરવિઝન અને માપદંડની ઐસીકી તૈસી કરી દેવામાં આવી છે. ચોમાસા બાદ અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં રિસરફેસની કામગીરી કરવામાં આવી રહી છે. પણ ઘણી વખત એવી લોલમલોલ થાય છે કે, મુદ્દો હાસ્યાસ્પદ બને છે. ચોમાસા બાદ અનેક વિસ્તારના રસ્તાઓ બિસ્માર સ્થિતિમાં થઈ જાય છે. પણ વ્યવસ્થિત કરવાની કામગીરી વખતે પણ કોઈ પ્રકારનું સુપરવિઝન થતું નથી એ વાત આ કિસ્સા પરથી પુરવાર થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો