કુછ તો ગરબડ હૈ.. અમદાવાદમાં તૂટી પડેલા બ્રીજની ડિઝાઈન નક્કી કરનાર કંપની બ્લેકલીસ્ટ હતી છતા કામ શા માટે આપવામાં આવ્યું?

તા.21 ડિસેમ્બરની મોડી રાત્રે મહાનગર અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પરથી બોપલથી શાંતિપુરા તરફના રોડ પર તૈયાર થઈ રહેલો નવો બ્રીજ લોકો માટે શરૂ થાય એ પહેલા જ તૂટી ગયો હતો. જેના કારણે ફરી એક વખત જુદી જુદી ખાનગી એજન્સીઓની કામગીરી શંકાના દાયરામાં આવી છે. નવો તૈયાર થયેલો બ્રીજ વચ્ચેથી ધરાશાયી થયો હતો. એ પછી તા. 22 ડીસેમ્બરે ઔડાની ટીમે સ્થળ પર દોડી જઈને બ્રીજની કામગીરી અને તૂટી પડવાના કારણોની સમીક્ષા કરી છે. બ્રીજ ધરાશાયી થવા પાછળ અનેક પ્રકારના તથ્યો સામે આવી રહ્યા છે.

ઔડા તરફથી રણજીત બિલ્ડકોન પ્રા.લિ. નામની કંપનીને બ્રીજ તૈયાર કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. પણ ડીઝાઈનની સોંપણી ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિનિયર્સને આપી દેવામાં આવી હતી. આ એ જ કંપની છે જે વર્ષ 2020માં સરકાર તરફથી બ્લેકલીસ્ટ કરી દેવામાં આવી હતી. એટલે સવાલ એ પણ થાય છે કે, બ્લેકલીસ્ટ થયેલી કંપનીને કામ શા માટે આપવામાં આવ્યું? વર્ષ 2018માં સમયસર કામગીરી પૂર્ણ ન કરવા બદલ સરકાર તરફથી રૂ.33.51 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. એ સમયે પૂર્વ નીતિનભાઈ પટેલ માર્ગ-મકાન મંત્રી હતી. જ્યારે હાલ પૂર્ણેશ મોદી માર્ગ-મકાન મંત્રી છે. આ મામલે જ્યારે માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીને સંપર્કમાં લઈને પૂછપરછ કરવા માટે પ્રયત્નો કરાયા ત્યારે હાલના માર્ગ મકાન મંત્રીનો કોઈ રીતે સંપર્ક થઈ શકયો નથી. એટલું તો ઠીક પૂર્વ માર્ગ મકાન મંત્રી નીતિન પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એમનો પણ કોઈ રીતે સંપર્ક સાધી શકાયો નથી. એટલે બ્રીજ તૈયાર થયા બાદ રીબિન કાપવા માટે એકઠા થતા નેતાઓ ભંગાણ વખતે એકાએક પાતાળ લોકમાં ચાલ્યા જાય છે.

આ તમામ કેસમાં સૌથી વધુ અને મોટો સવાલ એ છે કે, વર્ષ 2020થી ત્રણ વર્ષ બ્લેકલીસ્ટ થયેલી કંપનીને આ રીતે કામ મળ્યું કેવી રીતે? આ કંપની વર્ષ 2023 સુધી બ્લેકલીસ્ટ કરી દેવામાં આવી હતી. સરકાર કામમાં પણ શોર્ટકટ? તે કંપનીને કોના ઈશારે કોન્ટ્રાક્ટ મળ્યો? ડીઝાઈન અને પાયાની તમામ જવાબદારી અપાવનાર કોઈ જાણતી વ્યક્તિ? અન્ય વાત એવી પણ છે કે, તૂટી પડેલા બ્રીજનું નિર્માણ કરતી કંપનીને જ બુલેટ ટ્રેનના 16 બ્રીજ, મેટ્રોના બીજા તબક્કાનું કામ સોંપાયેલું છે. હવે આના પર ભરોસો વ્યક્ત કરી શકાય ખરા? ખેડા જિલ્લામાં આ કંપનીની ગંભીર બેદરકારીના લીધે ત્રણ બ્રીજનું કામ અટકી પડ્યું હતું. જેને કારણે પ્રજાને લાંબા સમય સુધી રસ્તાની સુવિધાથી દૂર રહેવું પડ્યું હતું. ખેડા જિલ્લામાં ત્રણ બ્રીજના કામ કેન્સલ કરાવનાર ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને માર્ગ અને મકાન વિભાગ તરફથી તા. 3 ડીસેમ્બર 2020ના રોજ 3 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી.

ઔડા હસ્તક આવતા એસ.પી. રિંગરોડ પર મુમદપુરા જંક્શનથ્રી લેયર બ્રીજની જવાબદારી રણજીત બિલ્ડકોને આપવામાં આવી છે. આ ફ્લાય ઓવરની લંબાઈ 853 મીટર છે. જેમાં 112 પ્રી-કાસ્ટ RCC ગર્ડર તેમજ બે RCC બોક્સ ગર્ડર મળીને કુલ 114 પૈકી 113 ગર્ડરની કામગીરી પૂરી થઈ ગઈ છે. હવે બાકી રહેલા બોક્સ ગર્ડરની કામગીરી તા.21 ડીસેમ્બરના રોજ 48 મીટર સ્પાનના ઓબ્લિગ્રેટરી બોક્સ ગર્ડરના સ્ટ્રેસિંગની કામગીરી શરૂ કરાઈ હતી પણ બોક્સ ગર્ડરનો ગાળો અચાનક તૂટી જતા પોલ ખૂલી ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો