અમદાવાદમાં દારૂની હેરાફેરીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બે બુટલેગર બાબૂલ અને સાજિદ સૈયદને ડોન લતિફ બનવાના અભરખા છે. પોલીસ જ બૂટલેગરોની વહિવટદાર બની છે.
બુટલેગર બાબૂલ અને સાજિદ સૈયદને ડોન લતિફ બનવાના અભરખા
ડોન લતિફની જેમ નાના બૂટલેગરોએ ફરજિયાત બાબૂલ-સાજિદ પાસેથી લેવો પડે છે દારૂ
90ના દસકના પૂર્વાર્ધમાં જ્યારે શહેર અને પૂરા ગુજરાતમાં જે-તે સમયના શાસકો અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના પાપે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમનો વ્યાપ વધી ગયો હતો. તેવી ઘટના ફરી અમદાવાદ પોલીસમાં સામે આવી છે. 90ના દસકનો ભુતકાળ ફરી રિપીટ થયો છે. એક સમયે અંડરવર્લ્ડ ડોન લતીફની જેમ અત્યારે બાબુલ અને સાજીદ સૈયદ જેવા નવા લતીફ સામે આવ્યા છે. જેઓ અમદાવાદના જુહાપુરાના આ મોટા બુટલેગર છે.
પોલીસની મિલિભગતથી બંને બુટલેગરો બની રહ્યા છે બેફામ
ઝોન-6માં આવતા વિસ્તારોમાં બુટલેગરોને દારૂ મોટા પ્રમાણમાં સપ્લાય કરે છે. અને તમામ બુટલેગરોએ ફરજીયાત દારૂ બાબુલ અને સાજીદ પાસેથી ખરીદવો પડે છે. બુટલેગર બાબુલ પાસેથી દારૂ ખરીદશે તો જ અન્ય બુટલેગરને ધંધાની મંજૂરી મળે છે. આ રીતે જોઇએ તો પોલીસ જ આ બંને બુટલેગરને કેમ મોટા કરી રહી છે તે સવાલો ઉઠી રહ્યાં છે. ઝોન- 6ની હદમાં આવતા નારોલ, દાણીલીમડા, કાગડાપીઠ, ઈસનપુર, વટવા, અને વટવા GIDC પોલીસ સ્ટેશનની હદમાં આવતા દારૂના અડ્ડાઓ પર તેઓ દારૂનો સપ્લાય કરે છે.
અમદાવાદ પોલીસ નહીં જાગે તો શહેરને મળશે નવો લતિફ ડોન
આ પ્રકારે જોઇએતો કર્ફ્યુ અને ગાઇડલાઇન ફકત સામાન્ય જનતા છે પરંતુ આ બુટલેગરો રિક્ષામાં રાત્રે દારૂનું સપ્લાય કરે છે. તેઓ હાથીજણ, વિવેકાનંદનગર અને અસલાલીથી દારૂનો જથ્થો લાવીને સપ્લાય કરી રહ્યાં હોવાનો ખુલાસો થયો છે. તેઓ ડોન લતીફની મોડસ ઓપરેન્ડીથી આ પ્રકારના બુટલેગર બની રહ્યાં છે. પોલીસના વહીવટદારોની રહેમનજર અને હપ્તા સિસ્ટમથી ફરી લતીફનો જન્મ થયો હોય તેવું જણાઇ રહ્યું છે. નાના બુટલેગરોના નેટવર્ક ચાલુ રાખવા વહીવટદારોનું ફરમાન છે. એજન્સીઓ અને પોલીસ સ્ટેશનની રહેમનજરથી નેટવર્ક ચાલી રહ્યું છે.
આમ જોઇએ તો કેમીકલયુક્ત દારૂનુ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. ફરી લઠ્ઠાકાંડ થાય તો કોણ જવાબદાર છે. પોલીસ, વહીવટદાર અને બુટલેગરોની સાંઠગાઠથી આ નશાનુ નેટવર્ક ચાલી રહ્યું છે. જો હજુ પણ અમદાવાદ પોલીસ નહીં જાગે તો શહેરને મળશે નવો લતિફ ડોન.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..