અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી 21 દિવસ પહેલા ગુમ થયેલી બાળકી સુરતમાંથી મળી આવી હતી. આ સાથે જ બાળ તસ્કરી કરતા 9 આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓએ બાળકીનો 2 લાખમાં સોદો પણ કર્યો હતો, જોકે પોલીસે 21 દિવસમાં જ બાળકીને શોધી કાઢી હતી. ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં આંતરરાજ્ય બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે.
17 ફેબ્રુઆરીએ શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ થયું હતું
શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી 17 ફેબ્રુઆરીની રાત્રે ફુવારા સર્કલ પાસે એક શ્રમિક દંપતિની બાળકીનું અપહરણ થયું. આ અપહરણનો મામલો બાળ તસ્કરીનો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું. પ્રાથમિક તબક્કે આ કેસમાં પોલીસે અપહરણ અંગે તપાસ કરી તો કેટલીક ચોંકાવનારી વિગતો પણ મળી અને સરોગસીના નામે બાળક તસ્કરી કરી અને બાળકોના સોદા કરતી ગેંગને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડી.
2 લાખમાં બાળકીને સોદા થયાનું પોલીસ તપાસમાં ખૂલ્યું
પોલીસ કસ્ટડીમાં રહેલા તમામ આરોપીઓના બાળકના અપહરણમાં અલગ અલગ રોલ રહ્યા છે. પરંતુ ટોળકીનું કામ એક જ હતું બાળકોને વેચવાનું. આ ગેંગ રાજ્યમાંથી બાળકોની તસ્કરી કરી બાળકોને હૈદરાબાદ વેચવાનું કામ કરતી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી રમ્યા ગુરરમ, ઊર્મિલા પરમાર, વર્ષા ખસિયા, કિંજલ સાધુ, અશ્વિન ખસિયા, વિજય પરમાર અને અંજુમ એસ્લાવય છે. આ આરોપીઓ મહેસાણા, અમદાવાદ, વડોદરા અને હૈદરાબાદ વિસ્તારના રહેવાસીઓ છે. આ ટોળકી ભેગા મળી દંપતી અશોક ચેટીમલ્લા અને પત્નીને બાળક જોઈતું હોય 2 લાખમાં બાળક વેચ્યું હતું. જેથી સુરતના દંપતી પાસેથી બાળક પરત મેળવી તેના માતા-પિતાને પોલીસે સોંપ્યું હતું.
હૈદરાબાદમાં બાળકીને વેચવા માટે ગયા આરોપીઓ
17 ફેબ્રુઆરીએ રાત્રે મહેસાણાના લાખવડના રહેવાસી ચિરાગ સાધુ, કિંજલ પરમાર અને પ્રેમી વિજય પરમાર અમદાવાદના સરદારનગરમાં રહેતા સોમેશ પૂજારી સાથે મળી રખિયાલ, બાપુનગર, સરદાર નગર અને ગોમતીપુરમાં રેકી કર્યા બાદ બાળકીનું અપહરણ કરી ફરાર થઇ ગયા હતા. જોકે આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા એક રીક્ષા પર લાગેલા જાહેરાતના એક સ્ટીકર પરથી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પહેલા તો પોલીસ અપહરણ કરનાર 4 આરોપી સુધી પહોંચી હતી. જો કે આ કેસમાં સંડોવાયેલા આરોપી કિંજલ અને તેનો પ્રેમી વિજય વડોદરામાં રહેતા વર્ષા અને અશ્વિન ખસિયાને બાળકીને વેચવા હૈદરાબાદ પહોંચી ગયા હતા. જ્યાં તેમને નંદીની, રમ્યા અંજુમ અને ભવાની નામની મહિલા સાથે મુલાકાત થઈ હતી. બાદમાં હૈદરાબાદના ડોક્ટર દામોદર સાથે મળી 2 લાખમાં અપહ્યત બાળકીને વેચી નાખી હતી.
સરોગેસીથી બાળક લાવીને રૂપિયા માટે તેને વેચતા
જોકે આ મામલે પોલીસને તપાસમાં કેટલાક રહસ્યો મળતા વધુ તપાસ આદરી હતી. જેમાં સુરતના અશોક ચેટીમલ્લાંને આરોપી કિંજલનું આધાર કાર્ડ મોકલી પોતાનું જ બાળક વેચવા આવશે કેમ કે તેમના પિતાનું અવસાન થયું હોવાની કહાની પણ અશોક ચેટીમલ્લાને કરી હતી. એટલું જ નહીં પોલીસે તપાસ કરતા એ પણ સામે આવ્યું કે, આરોપી કિંજલ અને વર્ષા સેરોગેસીથી બાળક લાવતા અને તે દરમિયાન ગુજરાત સહીત અન્ય રાજ્યોની હોસ્પિટલોના સંપર્કમાં આવી જરૂરિયાત મંદોને બાળકોને વેચતા અને રૂપિયા કમાતા હોવાનો ખુલાસો થયો.
હાલ પકડાયેલા આરોપીઓ પૈકી રમ્યાના મોબાઈલ ફોનમાંથી પણ કેટલાક બાળકોના ફોટો મળી આવતા અન્ય બાળકોને પણ તસ્કરી થઈ હોવાનું પોલીસ માની રહી છે. જોકે આરોપી ઉર્મિલા પરમારે પણ અગાઉ પોતાના જ પરિવારના એક બાળકને વેચ્યુ હોવાનો ખુલાસો કરતા પોલીસે આ અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..