અમદાવાદમાં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો આવ્યો સામે: માતા બે પુત્રીની સામે જ દિયર સાથે શારીરિક સંબંધ બાંધતી, હરકતોથી કંટાળી બંને પુત્રીઓએ હેલ્પલાઈનની મદદ માંગી

સમાજમાં હવે સંબંધોને લાંછન લગાડતા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. દિયર-ભાભી વચ્ચે અફેરના કિસ્સાઓ બનતા રહેતા હોય છે, પરંતુ અમદાવાદ શહેરમાં ખુદ માતા તેની બે જુવાનજોધ દીકરી સામે તેના દિયર સાથે સેક્સ માણતી હતી. પતિની ગેરહાજરીમાં દિયર સાથે દીકરીઓની સામે જ બંને કામાંધ બની જતાં હતાં. આવી હરકતોથી કંટાળી બંને બહેનો ઘરેથી નીકળી તેની મિત્રના ત્યાં પહોંચી હતી. તેમણએ મહિલા હેલ્પલાઇન અભયમ 181ની મદદ માગતાં હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. પિતાને આની જાણ થતાં તેમને આઘાત લાગ્યો હતો. માતા તેના દિયર સાથે રહેવા માગતી હોય અને દીકરીઓ તેમની સાથે રહેવા માગતી ન હોય, જેથી પિતા તેમને લઈ વતનમાં જતા રહેતાં સમાધાન થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પરિવાર ઉત્તરપ્રદેશથી અમદાવાદ મજૂરીકામે આવ્યો છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે, નારોલ વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇન અભયમ 181માં ફોન આવ્યો હતો કે 16 અને 21 વર્ષની બે બહેનો તેનું ઘર છોડી અમારા ત્યાં આવી છે, જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. બંને બહેનો ખૂબ રડી રહી હતી. હેલ્પલાઇનની ટીમે તેમને સાંત્વના આપીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ મૂળ ઉત્તરપ્રદેશની છે અને ગુજરાતમાં અમદાવાદ ખાતે મજૂરીકામ માટે આવ્યા છે. તેમનાં માતા-પિતા, કાકા અને ભાઈ સાથે રહે છે અને તેના કાકા અપરિણીત છે.

બંને બહેનો નાની હતી ત્યારથી માતા અને કાકાનું અફેર ચાલે છે
બહેનો નાની હતી ત્યારથી જ માતા અને કાકા વચ્ચે અફેર ચાલે છે. બંને ઉંમરલાયક થતાં તેમની સામે જ સેક્સ માણતાં હતાં. દીકરીએ માતા-પિતાની ગેરહાજરીમાં આવી હરકતો કરવાની ના પાડી તો બંનેએ ભેગા મળી તેમની હાલત ખરાબ કરવાની ધમકી આપી હતી. બંને બહેનો પોતાના સગા કાકા અને માતાને સેક્સ માણંતા જોઈ થાકી ગઈ હતી, જેથી તેઓ ગોતાથી ઘર છોડી નારોલ ખાતે પહોંચી ગઈ હતી. બંને બહેનોને સાંત્વના આપી તેમનાં માતા-પિતાનો સંપર્ક કરી બોલાવ્યાં હતાં.

ઘટનાની જાણ થતાં પિતાને આઘાત લાગ્યો
સમગ્ર ઘટના બાબતે બંને બહેનોના પિતાને જાણ થતાં તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેની માતાનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેઓ પોતાના દિયર સાથે જ રહેવા માગતાં હતાં અને બંને બહેનો પણ માતા જોડે રહેવા માગતી ન હતી. પિતા સાથે બને રહેવા માગતી હોવાથી પિતા તેમને લઈ વતનમાં ઉત્તરપ્રદેશ જવા તૈયાર હતા. પિતાની બાંયધરી લઈ બંને બહેનોને પિતા સાથે વતનમાં મોકલી અંત લાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો