સામાન્ય રીતે મહિલાઓને અંતિમવિધિ માટે સ્મશાનમાં જવાનું હોતું નથી. પરંતુ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા શાંતિદૂત મહિલા મંડળ સંચાલિત ઘરડા ઘરમાંથી અવસાન પામતા વૃદ્ધાની સેવા બાદ અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય પણ મહિલાઓ દ્વારા તેમના સંતાન બનીને કરવામાં આવે છે. ઘરડાઘરમાં 3 વર્ષથી રહેતા લલીતબાના અવસાન બાદ મંડળના સંચાલિકા મધુબેન ખેની દ્વારા મુખાગ્નિ આપીને પુત્ર તરીકેની ફરજ પુરી કરવામાં આવી છે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લંબેહનુમાન રોડ પર રામકૃષ્ણ સોસાયટીમાં શાંતિદૂત મહિલા મંડળ ઘરડાઘરમાં વૃદ્ધ અને નિરાધાર મહિલાઓને આશરો આપવામાં આવે છે. મંડળના પ્રમુખ મધુબેન ખેની અને તેમના સાથીઓ દ્વારા ઘરડાઓની સેવા કર્યા બાદ તેમના અંતિમ સંસ્કાર પણ ડાઘુ બનીને જાતે જ કરવામાં આવે છે. તેથી ઘરડાઘરની અન્ય મહિલાઓએ પણ કાંધ આપીને 74 વર્ષિય લલીતાબાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી.
ઘરડાઘરમાં 3 વર્ષથી લલીતાબા ગોપાલભાઈ રાઠોડ (ઉ.વ.આ.74)ના રહેતા હતાં. જેમનું રાત્રે અઢી વાગ્યે અવસાન થયું હતું. તેમની સ્મશાન યાત્રા બુધવારે બપોરે 11 વાગ્યે નીકળી હતી. જેમાં આશ્રમમાં રહેતી મહિલાઓ અને કાર્યકરો તથા પ્રમુખ મધુબેન ખેની પણ જોડાયા હતાં.
લલીતા બા છેલ્લા દોઢ વર્ષથી પથારીવશ હતાં. તેમના મળમુત્ર અને જાડો પેશાબ પણ પથારીમાં થતાં હતાં. સંસ્થાના કાર્યકરે જણાવ્યું હતું કે, પુત્ર ન કરી શકે તેવી સેવા સંસ્થાના પ્રમુખ મધુબેન દ્વારા કરવામાં આવતી હતી.
તમામ કાર્યો મહિલાઓ જ કરે છે
આ ઘરડ઼ાઘરમાં કોઈ પણ માતા મૃત્યુ પામે તો તેની તમામ ક્રિયા અને બધી જ જવાબદારી સંસ્થા દ્વારા જ ઉઠાવવામાં આવે છે. એટલુ જ નહી પણ મધુબેન ખેની શ્રવણ બનીને માતાને પોતાની કાંધ આપે છે. અત્યાર સુધીમાં સંસ્થામાંથી 8 માતાઓના અવસાન થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..