રાજકોટ બાદ સુરતમાં પોલીસનો તોડકાંડ, વરાછામાં છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા પકડી પાડ્યો, ગૃહમંત્રી અને DGP સક્રિય થયા

સુરત શહેરમાં ફરી એક વાર પોલીસ તોડ કરી રહી છે. તેનો જીવતો જાગતો નમૂનો સામે આવ્યો છે. હજી તો એક દિવસ અગાઉ ઉમરા પોલીસના એક PSI અને બે કોન્સ્ટેબલને તોડ કાંડમાં પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. ત્યાં બીજા દિવસે જ વરાછા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ 20 હજારની લાંચ લેતા ACB ના હાથે રંગે હાથે ઝડપાઇ ગયા છે.

બુટલેગર મંગલને આરોપી ન બનાવવા પોલીસકર્મીએ લાંચ માંગી
સુરતમાં તોડ માટે ખાસ પોલીસ ઇન્સપેક્ટર દ્વારા જ કેશિયર એટલે કે વહીવટદાર રાખવામાં આવે છે. જે પોલીસ મથકના તોડ કરી હિસાબ કિતાબ રાખે છે. જેમાં વરાછા પોલીસના ડી સ્ટાફનો હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા 20 હજારની લાંચ લેતા એસીબીના હાથે મંગળવારે મોડી સાંજે પકડાયો હતો. બુટલેગરના પિતા અને દારૂ સપ્લાય કરનાર બુટલેગર મંગલને આરોપી ન બનાવવા પોલીસકર્મીએ લાંચ માંગી હતી. આ પહેલા બુટલેગરના પિતાને આરોપી ન બનાવવા પોલીસકર્મી અને તેના રિક્ષાવાળાએ 1.45 લાખનો તોડ કરી નાખ્યો હતો. 13મીએ વરાછા પોલીસના ડી સ્ટાફના હે.કો. રામદેવસિંહ વાળા અને તેના સ્ટાફે સુરત રેલવે સ્ટેશન પરથી બુટલેગરને દારૂની 3 પેટી સાથે પકડી પાડ્યો હતો.

રામદેવસિંહે પિતાને આરોપી ન બનાવવા રૂ.1.50 લાખમાં સેટિંગ કર્યું
લાંચીયા પોલીસકર્મી રામદેવસિંહે બુટલેગરની સામે કાર્યવાહી કરી તેના પિતાને આરોપી ન બનાવવા બુટલેગર પાસે 2 લાખની માંગણી કરી હતી. બુટલેગરે આજીજી કરતા આખરે રામદેવસિંહે પિતાને આરોપી ન બનાવવા રૂ.1.50 લાખમાં સેટિંગ કર્યું હતું. જેમાંથી 1 લાખ હે.કો રામદેવસિંહે લઈ લીધા હતા. તેથી બુટલેગરે જામીન પર છૂટ્યા બાદ બાકીના 50 હજારમાંથી 45 હજારની રકમ પોલીસકર્મીના રિક્ષાવાળા અશોકને આપી હતી. જ્યારે 5 હજારની રકમ બાકી નીકળતી હોય સપ્લાયર મંગલને પણ આરોપી ન બનાવવા માટે લાંચિયાએ વધુ 15 હજારની માંગણી કરી હતી.

વરાછામાં છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા પકડી પાડ્યો
આથી બુટલેગરે કંટાળીને એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ વરાછામાં છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા પકડી પાડ્યો હતો. તેમાં એસીબીએ મંગળવારે વરાછા માતાવાડી ચાર રસ્તા પાસે જાહેર રોડ પર છટકું ગોઠવી વરાછા ડી સ્ટાફના લાંચીયા હે.કો. રામદેવસિંહ દાદુભા વાળા ને 20 હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડયો હતો. કોસ્ટેબલમાંથી વર્ષ પહેલા જ લાંચિયા રામદેવસિંહ વાળાનું હેડ.કોસ્ટેબલ તરીકે પ્રમોશન થયું હતું. ત્યારે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અને DGP ખુદ સુરતમાં થતા આ તોડકાંડ મામલે રસ દાખવીને આવા ભ્રષ્ટચારી પર લગામ લગાવે તેવી માંગ સુરતી વાસીઓ માંગ કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો