કોંગ્રેસ નેતાનો સવાલ- સોનૂ સૂદને પદ્મશ્રી મળવો જોઈતો હતો પણ મળ્યો કંગનાને, અહિ નફરત ફેલાવવા પર એવોર્ડ મળે છે

બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતે થોડા દિવસો પહેલા જ નેશનલ એવોર્ડ જીત્યો હતો અને 2 દિવસ પહેલા જ દેશના રાષ્ટ્રપતિના હસ્તે તેણે પદ્મશ્રીનો એવોર્ડ પણ મેળવ્યો છે. તેવામાં સોશિયલ મીડિયામાં કંગનાના નામની ઘણી ચર્ચાઓ થઈ રહેલી જોવા મળે છે. કંગનાના ફેન્સ તેને આ સન્માન મળવાથી ખુશ છે તો ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ કંગનાને પદ્મશ્રીનું સન્માન મળવા પર મોદી સરકારને પણ નિશાનો બનાવવામાં આવી રહી છે.

કોંગ્રેસ લિડર ઉદિત રાજે સોશિયલ મીડિયા પર કંગનાને લઈને કટાક્ષ કર્યો છે. ઉદિત રાજે મોદી સરકાર પર નિશાનો સાધતા કહ્યું છે કે પદ્મશ્રી સન્માન સોનુ સૂદને મળવું જોઈતું હતું, ઉદિત રાજે એક ટ્વીટ કરી છે, જેમાં તેમણે કહ્યું કે, લોકો હેરાન છે કે પદ્મશ્રી સોનુ સૂદને મળવું જોઈતું હતું. પરંતુ મળ્યો કંગના રણૌતને. કંઈ દુનિયામાં છો. અહીં કામ માટે નહીં પરંતુ નફરત અને જૂઠ્ઠાણું ફેલાવવા પર એવોર્ડ મળે છે. એડિશનલ એડવોકેટ જનરલ ઓફ છત્તીસગઢ, અશોક બસોયાએ કહ્યું છે કે- મારો એક સવાલ છે મોદીજીને કે સોનુ સૂદને શા માટે પદ્મશ્રી આપવામાં આવ્યો નથી.

લેખક અને પૂર્વ જર્નાલીસ્ટ પ્રીતિ ચૌબેએ પણ મોદી સરકારપ ર નિશાનો સાધતા કહ્યું કે- જો આ પદ્મશ્રી કોરોના કાળમાં ગરીબોનો મસીહા બનેલા સોનુ સૂદને આવતે તો કદાચ તેનું સન્માન બેઘણું વધી જતે. પરંતુ આ તો સરકારની ચાપલૂસી કરનારાને મળશે.

આ પોસ્ટ જોઈને ઘણા લોકોના રિએક્શન સામે આવી રહ્યા છે. ભારત નામના એક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે- મારો કોંગ્રેસ સરકારને એ સવાલ છે કે બરખા દત્ત અને રાજદીપ સરદેસાઈને એવોર્ડ શા માટે આપવામાં આવ્યા હતા. સોનુ સૂદ સાથે વિવાદસ્પદ મોટા સોદા અને તેની તપાસ કરવાની વાત સામે આવી છે. પદ્મશ્રી પછી કંગના એક વીડિયો દ્વારા પોતાના ટ્રોલર્સ અને હેટર્સને એક જવાબ આપતી જોવા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો