તાલિબાની આતંકવાદીઓના અફઘાનિસ્તાન પર કબજા પછી એક તસવીર સોશિયલ મીડિયામાં ઘણી વાઈરલ થઈ રહી છે. આ તસવીર નૂર મોહમ્મદ ઉર્ફે અબ્દુલ હકની હોવાનું મનાઈ રહ્યું છે. નૂરને લઈને ખુલાસો થયો છે કે આ તે જ વ્યક્તિ છે, જેણે 23 જૂન 2021એ નાગપુરથી ડિપોર્ટ કરી અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યો હતો. તેની ઉંમર 30 વર્ષની છે. નૂર આશરે 10 વર્ષ સુધી નાગપુરમાં સ્વરૂપ બદલીને રહેતો હતો. નૂર આતંકવાદી હોવાની જાણકારી મળ્યા પછી નાગપુર પોલીસ હવે ફરી સક્રિય થઈ ગઈ છે અને તેના અહીં રહેવા દરમિયાન તેને મળેલા લોકોની પૂછપરછ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
નાગપુરના દિધોરી વિસ્તારમાં ઘણાં વર્ષો સુધી છુપાઈને રહેલા નૂર મોહમ્મદની 16 જૂન 2021એ ધરપકડ કરવામાં આવેલી. ધરપકડ પછી મેડિકલમાં તેની બોડી પરથી ગોળીનાં નિશાન મળ્યાં હતાં. તેના મોબાઈલ ફોનથી કેટલાક વીડિયો કોલ પણ મળ્યા હતા. અફઘાનિસ્તાન દૂતાવાસ તરફથી તેના તાલિબાની હોવાની પુષ્ટિ થયા પછી તેને અહીંથી ડિપોર્ટ કરી તેના દેશ મોકલી દેવામાં આવ્યો છે.
ટૂરિસ્ટ વિઝા પર નાગપુર આવ્યો હતો
નાગપુર પોલીસ પ્રમાણે, નૂર વર્ષ 2010માં 6 મહિનાના ટૂરિસ્ટ વિઝા પર અહીં આવ્યો હતો. પછી તેણે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)માં પોતાના માટે શરણાર્થીનો દરજ્જો માગવાની અરજી કરી હતી, પરંતુ તેની આ અરજી નામંજૂર કરવામાં આવેલી. ત્યારથી તે નાગપુરમાં ગેરકાયદે રહેતો હતો. નૂર અપરિણીત હતો અને ત્યાં કેબલ વેચવાનું કામ કરતો હતો. તેની ધરપકડ પછી તેના ભાડાના ઘરની તપાસમાં પોલીસને વધુ કાંઈ મળ્યું નથી.
નૂરનો ભાઈ તાલિબાની લડાકુ હતો
એક અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નૂર મોહમ્મદનું અસલી નામ અબ્દુલ હક છે અને તેનો ભાઈ તાલિબાન સાથે કામ કરતો હતો. ગયા વર્ષે નૂરે ધારદાર હથિયાર સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. ધકપકડ પછી પોલીસને જાણવા મળ્યું કે તેના જમણા ખભા પાસે ગોળીનાં નિશાન હતાં. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવી, તો માલૂમ પડ્યું કે તે કેટલાક આતંકવાદીઓને ફોલો કરી રહ્યો હતો.
નૂરની જે તસવીર સામે આવી છે એમાં તે LMG સાથે નજરે આવી રહ્યો છે તેમજ તેના ગળા અને શરીરમાં બુલેટ બંધાયેલા છે. નૂરની આ તસવીર સામે આવ્યા પછી માનવામાં આવી રહ્યુ છે કે તે એક સ્લીપર સેલના સ્વરૂપે નાગપુરમાં કામ કરી રહ્યો હતો. નાગપુર પોલીસ સૂત્રો પ્રમાણે, NIA અને ATSએ નૂરની જાણકારી નાગપુર પોલીસથી લીધી છે અને તે જ્યાં રહેતો હતો ત્યાં ફરી તપાસ કરવા કહ્યું છે.
તસવીરની ફરી તપાસ કરી રહી છે નાગપુર પોલીસ
નાગપુર પોલીસ પ્રમાણે સ્પેશિયલ બ્રાંચના DCP બસવરાજ તેલીએ કહ્યું હતું કે તેમના વિભાગ પાસે એવી કોઈ ટેકનિક નથી, જેનાથી એ નક્કી કહેવામાં આવે કે આ તસવીર નૂર મોહમ્મદની જ છે. તેમણે કહ્યું, હાલ આ બાબતે કંઈ નિવેદન આપવું ઠીક નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..