રામાયણમાં ‘રાવણ’નું પાત્ર ભજવનારા દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે અવસાન

રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનારા કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ આ ઉપરાંત ઘણા નાટક સહિત હિન્દી-ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં અભિનય કર્યો છે.

મૂળ વતન છે ઈડરનું કુકડિયા ગામ
મૂળ ઈડરના કુકડિયા ગામના વતની અને પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. પરંતુ તેની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઇ હતી. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ્સનાં સુપરસ્ટાર હતાં.

રિયલમાં છે રામ ભક્ત
આ ઓન સ્ક્રિન લંકાધિપતિ રાવણે પોતાના ઘરમાં મોરારિ બાપુના હાથે રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. અરવિંદ ત્રિવેદી આજે રામભક્ત બની ગયા છે. રામાનંદ સાગરની ‘રામાયણ’માં રાવણની ભૂમિકા નિભાવ્યા બાદ તેઓ સમગ્ર દેશમાં જાણીતા બની ગયા હતાં.ત્યાર બાદ તેઓ ‘લંકેશ’નાં નામથી ઓળખાવા લાગ્યા હતાં.આજે પણ અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’નાં નામથી જ ઓળખાય છે. એક ઈન્ટરવ્યૂમાં અરવિંદ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે જ્યારે તે સીરિયલમાં રાવણનું પાત્ર ભજવતો ત્યારે શૂટિંગમાં જતાં સમયે તે રાવણના ફોટાની પૂજા કરતો હતો. અરવિંદે કહ્યુ હતું કે તમે જે પાત્ર ભજવો છો, તેનો આદર કરવો જોઈએ અને તેથી જ તે રાવણની પૂજા કરતો હતો. શૂટિંગથી પરત આવીને અરવિંદ ઘરે રામની સ્તુતિ કરતા હતાં કારણ કે શૂટિંગ દરમિયાન તેમણે રામ વિશે ઘણી જ ખરાબ વાતો કહી હોય છે.

300 ફિલ્મ્સમાં કર્યું કામ
અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મ્સમાં કામ કર્યું છે. ધાર્મિક અને સામાજિક ગુજરાતી ફિલ્મ્સ દ્વારા તેઓને ગુજરાતમાં એક અલગ ઓળખાણ મળી હતી. અરવિંદ ત્રિવેદીએ ‘સંતુરંગીલી’, ‘હોથલ પદમણી’,’કુંવર બાઇનું મામેરૂં’, ‘જેસલ-તોરલ’ અને ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેવી અનેક સફળ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. અરવિંદ ત્રિવેદીએ ‘પરાયા ધન’,’આજ કી તાજા ખબર’ જેવી હિન્દી ફિલ્મ્સમાં પણ અભિનય કર્યો છે.

મળ્યા છે અનેક સન્માનો
ગુજરાત સરકારથી લઇને દેશ અને દુનિયાની અનેક સંસ્થાઓ તેમને પુરસ્કારો આપીને સન્માનિત કર્યાં છે. ‘રામાયણ’નાં આ ખલનાયકે ઘણી ફિલ્મ્સમાં નાયકની પણ ભૂમિકાઓ કરી છે. ગુજરાતી અને હિન્દી ફિલ્મ્સમાં સફળ રહેલાં અરવિંદ હાલ અનેક સામાજિક કાર્ય કરનારી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ‘રામાયણ’નાં આ ખલનાયક રિયલ લાઇફમાં નાયક છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો